પ્રૅક્ટિસ-મૅચમાં બુમરાહે લીધી કોહલીની વિકેટ

26 June, 2022 12:15 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લેસ્ટરશર સામેની મૅચમાં શ્રેયસ ઐયરે ફટકારી હાફ સેન્ચુરી

કોહલીની વિકેટ લેસ્ટરશર તરફથી રમતા જસપ્રીત બુમરાહે લીધી હતી

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે પહેલી જુલાઈથી રમાનારી ટેસ્ટ પહેલાં ભારતીય ટીમના ખેલાડીઓ અને લેસ્ટરશરના ખેલાડીઓ વચ્ચે હાલ પ્રૅક્ટિસ-મૅચ રમાઈ રહી છે, જેમાં ત્રીજા દિવસે ભારતના વિરાટ કોહલી (૬૭) અને શ્રેયસ ઐયરે (૬૧ રન રમતમાં) હાફ સેન્ચુરી ફટકારી હતી. કોહલીની વિકેટ લેસ્ટરશર તરફથી રમતા જસપ્રીત બુમરાહે લીધી હતી. તે કૅચઆઉટ થયો હતો.

સાંઈ કિશોરે ચેતેશ્વર પુજારાને સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. નાગરકોટીએ શાર્દુલ ઠાકુરને બોલ્ડ કર્યો હતો. નવદીપ સૈનીએ વિકેટકીપર-બૅટ્સમૅન શ્રીકાર ભરત (૪૩) અને શુભમન ગીલને (૩૮) કૅચઆઉટ કરાવ્યો હતો. લખાય છે ત્યાં સુધી ભારતીય ટીમે છ વિકેટે ૩૨૨ રન બનાવ્યા હતા. 

sports sports news cricket news india test cricket