✕

૪ વર્ષ પછી ટીમ ઇન્ડિયામાં ભુવનેશ્વર કુમારનું કમબૅક

07 October, 2026 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લે ૨૦૨૨માં બાવીસ નવેમ્બરે ન્યુ ઝીલૅન્ડ સામે જ તે ભારત માટે છેલ્લી મૅચ T20રૂપે રમ્યો હતો

ભુવનેશ્વર કુમાર

ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ આગામી બાવીસ ઑક્ટોબરથી ૧ ડિસેમ્બર દરમ્યાન ન્યુ ઝીલૅન્ડની મલ્ટિ-ફૉર્મેટ ટૂર કરશે. પાંચ T20 મૅચની સિરીઝથી આ ટૂરની શરૂઆત થશે. એના માટે ગઈ કાલે ૧૬ સભ્યોની T20 સ્ક્વૉડ જાહેર કરવામાં આવી હતી.

IPL 2026માં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે ૨૮ વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કરનાર ૩૬ વર્ષના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની સિનિયર ટીમ ઇન્ડિયામાં ૪ વર્ષ પછી વાપસી થઈ છે. છેલ્લે ૨૦૨૨માં બાવીસ નવેમ્બરે ન્યુ ઝીલૅન્ડ સામે જ તે ભારત માટે છેલ્લી મૅચ T20રૂપે રમ્યો હતો.

સ્પિનર વરુણ ચક્રવર્તીની ઇન્જરી પછી T20 સ્ક્વૉડમાં વાપસી થઈ છે. બાકીની T20 ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમી રહેલી ૧૫ સભ્યોની ટીમ જેવી જ છે, માત્ર રવિ બિશ્નોઈ બહાર થયો છે. જસપ્રીત બુમરાહને ન્યુ ઝીલૅન્ડ સામેની T20 સિરીઝમાંથી પણ આરામ આપવામાં આવ્યો છે. 

bhuvneshwar kumar indian cricket team team india new zealand t20 international t20 cricket news sports sports news