ધરમશાલાની T20 મૅચના હીરો અર્શદીપ સિંહે POTM અવૉર્ડ ૧૦ મહિનાની ભત્રીજી ઇનાયતને સમર્પિત કર્યો

16 December, 2025 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભત્રીજી અર્શદીપની ફૅમિલી સાથે ધરમશાલામાં ભારતીય ટીમને સપોર્ટ કરવા આવી હતી

ભત્રીજી સાથે અર્શદીપ

ન્યુ ચંડીગઢમાં ૫૪ રન આપનાર અર્શદીપ સિંહે ધરમશાલામાં રમાયેલી T20 મૅચમાં ૧૩ રન આપીને બે મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેણે સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ભારતને ૨-૧ની લીડ અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ભારતના હાઇએસ્ટ T20 ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર અર્શદીપે જીત બાદ પોતાનો પ્લેયર ઑફ ધ મૅચ (POTM)નો અવૉર્ડ ભત્રીજી ઇનાયતને સમર્પિત કર્યો હતો, જે અર્શદીપની ફૅમિલી સાથે ધરમશાલામાં ભારતીય ટીમને સપોર્ટ કરવા આવી હતી. અર્શદીપે મૅચ બાદ કહ્યું કે ‘મારી ભત્રીજી સ્ટેડિયમમાં આવી છે અને તે માત્ર ૧૦ મહિનાની છે. હું આ અવૉર્ડ ઇનાયતને સમર્પિત કરવા માગું છું.’

અર્શદીપ સિંહે ભારત માટે ૭૧ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ૧૦૯ વિકેટ લીધી છે. 

arshdeep singh t20 international t20 world t20 india south africa dharamsala cricket news sports sports news