આજે અપરાજિત ટીમો વચ્ચે પહેલી વાર જામશે અન્ડર-19 વિમેન્સ T20 વર્લ્ડ કપનો ફાઇનલ જંગ

02 February, 2025 10:34 AM IST  |  Kuala Lumpur | Gujarati Mid-day Correspondent

પહેલી વાર બે અપરાજિત ટીમ વચ્ચે આ ટુર્નામેન્ટની ફાઇનલ રમાશે. પહેલી સીઝનની બે ફાઇનલિસ્ટ ટીમમાંથી ભારતીય ટીમ પહેલાં એક મૅચ હારી ચૂકી હતી.

બન્ને કૅપ્ટન્સે ટ્રોફી સાથે કરાવ્યું ફોટોશૂટ.

મલેશિયામાં આયોજિત અન્ડર-19 વિમેન્સ T20 વર્લ્ડ કપ 2025ની આજે ફાઇનલ મૅચ રમાશે. ભારતીય સમય અનુસાર બપોરે ૧૨ વાગ્યાથી ભારત અને સાઉથ આફ્રિકાની ફાઇનલ મૅચનો જંગ જામશે. આ મૅચનો આનંદ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડિઝની+ હૉટસ્ટાર પર માણી શકાશે. ભારત માટે સતત બીજી વાર અને સાઉથ આફ્રિકા પાસે પહેલી વાર આ ટ્રોફી જીતવાની તક છે. બન્ને ટીમ ટુર્નામેન્ટની આ બીજી સીઝનમાં અજેય રહી છે. પહેલી વાર બે અપરાજિત ટીમ વચ્ચે આ ટુર્નામેન્ટની ફાઇનલ રમાશે. પહેલી સીઝનની બે ફાઇનલિસ્ટ ટીમમાંથી ભારતીય ટીમ પહેલાં એક મૅચ હારી ચૂકી હતી.

india south africa under 19 cricket world cup t20 world cup malaysia cricket news sports news sports