ભારતની વન-ડે ટીમમાં ટી૨૦ વર્લ્ડ કપ ટીમનું કોઈ નહીં

03 October, 2022 12:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકા સામેની ઓડીઆઇમાં શિખર કૅપ્ટન, ટીમમાં રજત પાટીદાર અને મુકેશકુમાર સામેલ

રજત પાટીદાર અને મુકેશકુમાર

ગુરુવારે ૬ ઑક્ટોબરે એક તરફ શિખર ધવનના સુકાનમાં ભારતની વન-ડે ટીમ લખનઉમાં સાઉથ આફ્રિકા સામે પ્રથમ વન-ડે રમશે અને એ જ દિવસે રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ટી૨૦ ટીમ વર્લ્ડ કપ રમવા માટે ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ અને દીપક ચાહર વિશ્વકપ માટેની ટીમમાં રિઝર્વ પ્લેયર્સ તરીકે પસંદ કરાયા હોવાથી તેમને આગામી વન-ડે શ્રેણીની ટીમમાં સ્થાન અપાયું છે, પરંતુ ટી૨૦ વર્લ્ડ કપની ટીમનો કોઈ ખેલાડી આ વન-ડે ટીમમાં નથી.

પાટીદારના આઇપીએલમાં ૩૩૩ રન

મધ્ય પ્રદેશના આક્રમક બૅટર રજત પાટીદારે તાજેતરની આઇપીએલમાં ફક્ત ૮ મૅચમાં ૩૩૩ રન બનાવ્યા હતા અને પછી રણજી ફાઇનલમાં સદી ફટકારી હતી. મુકેશકુમારે તાજેતરમાં ન્યુ ઝીલૅન્ડ ‘એ’ સામેની સિરીઝમાં ઇન્ડિયા ‘એ’ વતી સૌથી વધુ ૯ વિકેટ લીધી હતી.

હવે પછીની મૅચો ક્યારે?

સાઉથ આફ્રિકા સામે આવતી કાલે ઇન્દોરમાં છેલ્લી ટી૨૦ રમાયા બાદ ૬ ઑક્ટોબરે લખનઉમાં પ્રથમ વન-ડે, ૯ ઑક્ટોબરે રાચીમાં બીજી વન-ડે અને ૧૧ ઑક્ટોબરે દિલ્હીમાં આખરી વન-ડે રમાશે.

ભારતની વન-ડે ટીમમાં કોણ?

શિખર ધવન (કૅપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર (વાઇસ-કૅપ્ટન), રજત પાટીદાર, રાહુલ ‌ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સૅમસન (વિકેટકીપર), શાહબાઝ અહમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મુકેશકુમાર, અવેશ ખાન, મોહમ્મદ સિરાજ અને દીપક ચાહર.

sports news sports cricket news indian cricket team shikhar dhawan