✕

કૅપ્ટન શ્રેયસ ઐયરની ધમાકેદાર સદી સાથે ભારતનો વિજયી પ્રારંભ

07 October, 2026 11:06 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

વેસ્ટ ઇન્ડીઝ સામેની પાંચ T20 મૅચની સિરીઝની પહેલી મૅચ ૮ વિકેટે જીતી લીધી

રન-ચેઝ દરમ્યાન T20 સદી ફટકારનાર ભારતીય ટીમને પહેલો કૅપ્ટન બન્યો શ્રેયસ ઐયર

લખનઉના એકાના સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝને ૮ વિકેટે હરાવીને ભારતે અહીં T20માં અજેય રેકૉર્ડ ૪ મૅચનો કર્યો છે. વેસ્ટ ઇન્ડીઝે ૧૯.૧ ઓવરમાં ૧૭૧ રનના સ્કોર પર તમામ વિકેટ ગુમાવી હતી. ભારતે ૧૪.૪ ઓવરમાં ત્રીજી વિકેટ માટેની ૧૩૭ રનની ભાગીદારીથી માત્ર બે વિકેટ ગુમાવીને ૧૭૨ રન ચેઝ કરી લીધા હતા.

શ્રેયસની આગેવાનીમાં ભારતીય T20 ટીમ પહેલી સાત મૅચમાં એક પણ જીત મેળવી શકી નહોતી. જોકે ઇંગ્લૅન્ડ ટૂર પછી ભારતે સતત દસમી T20 મૅચ જીતી છે. શ્રેયસે પોતાની પહેલી IPL સદી પણ એકાના સ્ટેડિયમમાં આ વર્ષે જ ફટકારી હતી.

ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર વેસ્ટ ઇન્ડીઝ માટે કૅપ્ટન શાઇ હોપે ૩૭ બૉલમાં ૬ ફોર, બે સિક્સના સહારે બાવન રનની મદદથી શાનદાર શરૂઆત અપાવી હતી. પાંચમા ક્રમે રમવા આવેલા શરફેન રદરફોર્ડે ૩૪ બૉલમાં ૬ ફોર, ૩ સિક્સની મદદથી ૫૬ રન ઝૂડ્યા હતા.

ભારત માટે પહેલી T20 રમી રહેલા સ્પિનર નમન ધીરે ૩૧ રન આપીને ૩ વિકેટ લીધી હતી. સ્પિનર્સ અક્ષર પટેલ, કુલદીપ યાદવને ૨-૨ વિકેટ અને ફાસ્ટ બોલર્સ અર્શદીપ સિંહ, મયંક યાદવને ૧-૧ વિકેટ મળી હતી. ભારતે ૧૦માંથી ૬ કૅરિબિયોની વિકેટ કૅચ પકડીને લીધી હતી.

રન-ચેઝ સમયે ઓપનર્સ અભિષેક શર્માએ ૧૦ બૉલમાં ૨૧ રન અને સંજુ સૅમસને ૯ બૉલમાં ૧૧ રન કરીને સારી શરૂઆત અપાવી હતી. ઈશાન કિશન અને શ્રેયસ ઐયરે ત્રીજી વિકેટ માટે ૬૮ બૉલમાં ૧૩૭ રનની ભાગીદારી કરીને જીત સુનિ​શ્ચિત કરી હતી. ઈશાન કિશને ૨૭ બૉલમાં પાંચ ફોરની મદદથી અણનમ ૩૭ રન અને શ્રેયસ ઐયરે ૪૩ બૉલમાં ૧૦ ફોર, ૬ સિક્સની મદદથી ૧૦૨ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.

વેસ્ટ ઇન્ડીઝના ૬ બોલિંગ વિકલ્પોમાંથી માત્ર બે સ્પિનર્સને સફળતા મળી હતી. રોસ્ટન ચેઝ અને અકીલ હુસેનને એક-એક વિકેટ મળી હતી.

t20 international india indian cricket team team india west indies cricket news sports sports news sanju samson abhishek sharma ishan kishan shreyas iyer tilak varma shivam dube axar patel Kuldeep Yadav arshdeep singh