કૅરિબિયનો પર આજે ભારતનું વર્ચસ વધશે કે પછી બ્રેક લાગશે?

01 August, 2022 10:32 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મૅચનો સમય રાત્રે ૮ વાગ્યાથી

રોહિત શર્મા

વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ ૩-૦થી જીતી લીધા પછી ટી૨૦ શ્રેણીની પહેલી મૅચમાં વિજય મેળવીને ભારતે વાઇટ-બૉલ ક્રિકેટમાં કૅરિબિયનો સામે લાગલગાટ ૧૨મો વિજય મેળવીને પ્રભુત્વ જમાવ્યું એ પછી હવે આજે પાંચ મૅચવાળી ટી૨૦ શ્રેણીના બીજા મુકાબલામાં પણ વિજય મેળવીને ભારતીય ટીમ વર્ચસ વધારવા કોઈ કસર નહીં છોડે. રોહિત શર્માની ટીમ આજે જીતશે તો ૨-૦થી સરસાઈ મેળવશે, પરંતુ સેન્ટ કિટ્સની આજની બીજી મૅચ જીતીને નિકોલસ પૂરનની ટીમ બરાબરીમાં આવે તો નવાઈ નહીં.

શુક્રવારે ભારતને ૬૮ રનથી જિતાડવામાં ખુદ કૅપ્ટન રોહિત (૬૪ રન) અને દિનેશ કાર્તિક (અણનમ ૪૧) તેમ જ બોલર્સ જેમાં ખાસ કરીને અર્શદીપ સિંહ (૨૪માં બે), અિશ્ર્વન (બાવીસમાં બે) અને બિશ્નોઈ (૨૬માં બે)ના મુખ્ય યોગદાનો હતા. ભુવી અને જાડેજાને અેક-અેક વિકેટ મળી હતી, પરંતુ હાર્દિક વિકેટ નહોતો લઈ શક્યો. તે બૅટિંગમાં પણ ફક્ત ૧ રન બનાવતાં ફ્લૉપ ગયો હતો.

sports news sports indian cricket team cricket news t20 international west indies rohit sharma