આજે ભારતીય મહિલાઓનો ટાર્ગેટ ૩-૦થી સિરીઝ જીતવાનો રહેશે

26 December, 2025 12:55 PM IST  |  Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

શ્રીલંકા સામેની છેલ્લી ત્રણેય T20 મૅચ કેરલાના તિરુવનંતપુરમમાં રમાશે

ટીમ-હોટેલમાં ગઈ કાલે ભારતીય પ્લેયર્સે સૅન્ટા-કૅપ પહેરીને ક્રિસમસ પાર્ટી કરી હતી

કેરલાના તિરુવનંતપુરમમાં આજથી ભારત અને શ્રીલંકા વચ્ચેની સિરીઝની અંતિમ ૩ મૅચ રમાશે. પાંચ મૅચની સિરીઝમાં વિશાખાપટનમમાં પહેલી બે મૅચ જીતીને ભારતીય ટીમ સિરીઝમાં ૨-૦થી આગળ છે. આજે હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની ૩-૦થી આ સિરીઝ પોતાને નામે કરવાનો ટાર્ગેટ રાખશે.

તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં વિમેન્સ ક્રિકેટ ટીમ કોઈ પણ ફૉર્મેટમાં એક પણ મૅચ રમી નથી. તિરુવનંતપુરમના સ્ટેડિયમની આ પહેલી વિમેન્સ ઇન્ટરનૅશનલ મૅચ બનશે. ૨૦૨૩ સુધી અહીં ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ ૨ વન-ડે મૅચ અને ૪ T20 મૅચ રમી છે.

ત્રીજી મૅચ પહેલાં તિરુવનંતપુરમની હોટેલમાં ટીમ ઇન્ડિયાએ ક્રિસમસ પાર્ટી કરી હતી. ભારતીય પ્લેયર્સ સૅન્ટા-કૅપ પહેરી, કેક-કટિંગ કરી અને ફોટોશૂટ કરીને આ તહેવારનો આનંદ માણતી જોવા મળી હતી.

christmas sri lanka india indian womens cricket team cricket news sports sports news t20 t20 international