26 October, 2026 04:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યંગ સ્પિનર વૈષ્ણવી શર્માએ ૩૯ રન આપીને ૪ વિકેટ લીધી હતી, ૮૩ બૉલમાં ૧૦૦ રન પૂરા કરીને દીપ્તિ શર્માએ ૯ વર્ષ પછી માત્ર બીજી વન-ડે સદી નોંધાવી, ૧૨૬ રન ફટકારીને આઠમી વન-ડે સદી નોંધાવી હરમનપ્રીત કૌરે
બરોડામાં ગઈ કાલે બીજી વન-ડે મૅચ ૧૨૧ રને જીતીને ઝિમ્બાબ્વે સામે ભારતે ત્રણ મૅચની સિરીઝ પર ૨-૦થી કબજો કર્યો છે. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર ભારતીય મહિલા ટીમે ૧૭મી વખત ૩૦૦ પ્લસ રનનો સ્કોર કર્યો હતો. હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માની શાનદાર સદીની મદદથી ૩૨૮-૬નો સ્કોર થયો હતો. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમે ૪૮.૫ ઓવરમાં ૨૦૭-૧૦નો સ્કોર કર્યો હતો.
કૅપ્ટન સ્મૃતિ માન્ધના પહેલી જ ઓવરમાં ઝીરો પર આઉટ થઈ હતી. ઓપનર પ્રતીકા રાવલે ૬૭ બૉલમાં ૪ ફોર, ૨ સિક્સની મદદથી ૬૧ રન ફટકારીને ટીમની ઇનિંગ્સ સંભાળી હતી. ચોથા ક્રમે રમવા આવેલી હરમનપ્રીત કૌરે ૧૨૧ બૉલમાં ૧૫ ફોરની મદદથી ૧૨૬ રન ઝૂડ્યા હતા. ૨૦૨૨માં કૅપ્ટન્સી પહેલાં તેણે એક ખેલાડી તરીકે છેલ્લી વન-ડે સદી ફટકારી હતી.
છઠ્ઠા ક્રમે રમવા આવેલી દીપ્તિ શર્માએ ૮૬ બૉલમાં ૧૫ ફોરના સહારે અણનમ ૧૦૬ રન કર્યા હતા. તેણે ૮૩ બૉલમાં ૧૦૦ રન પૂરા કર્યા જે ભારત માટે પાંચમી ફાસ્ટેસ્ટ વન-ડે સદી પણ હતી.
રન-ચેઝ દરમ્યાન ઝિમ્બાબ્વેની ટીમે ૫૩ બૉલમાં અંતિમ ૭ વિકેટ ગુમાવી હતી. યંગ સ્પિનર વૈષ્ણવી શર્માએ પોતાની બીજી જ વન-ડે મૅચમાં ૩૯ રન આપીને ૪ વિકેટ લીધી હતી. અનુભવી સ્પિનર દીપ્તિ શર્માએ ૩૨ રન આપીને ૩ વિકેટ લીધી હતી.
153
આટલા રનની ભાગીદારી થઈ હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્મા વચ્ચે. પાંચમી કે એથી નીચેની વિકેટ માટે ભારતીય મહિલા વન-ડે ટીમ માટે આ સૌથી મોટી પાર્ટનરશિપ.