27 December, 2025 05:33 PM IST | Kerala | Gujarati Mid-day Correspondent
ભારતે શ્રીલંકન મહિલાઓને સતત ત્રીજી T20માં હરાવીને સિરીઝ જીતી લીધી
ગઈ કાલે કેરલાના તિરુવનંતપુરમમાં રમાયેલી T20 મૅચમાં ભારતીય મહિલાઓએ શ્રીલંકાને ૮ વિકેટથી હરાવીને પાંચ મૅચની સિરીઝ ૩-૦થી જીતી લીધી છે. શ્રીલંકાએ ગઈ કાલે ૨૦ ઓવરમાં ૭ વિકેટે માત્ર ૧૧૨ રન કર્યા હતા. રેણુકા સિંહ ઠાકુરે ૪ અને દીપ્તિ શર્માએ ૩ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. ભારતીય મહિલાઓએ માત્ર ૧૩.૨ ઓવરમાં ૧૧૫ રન કરીને મૅચ જીતી લીધી હતી. આ સ્કોરમાં એકલી શફાલી વર્માના ૭૯ હતા, જે તેણે માત્ર ૪૨ બૉલમાં ૩ સિક્સ અને ૧૧ ફોરની મદદથી બનાવ્યા હતા. શફાલી અને હરમનપ્રીત કૌર (૧૮ બૉલમાં ૨૧) અણનમ રહ્યાં હતાં. સ્મૃતિ માન્ધના (૧) અને જેમિમા રૉડ્રિગ્સ (૯) ગઈ કાલે ફ્લૉપ રહ્યાં હતાં.