27 February, 2026 12:04 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
હૉબાર્ટના ઍરપોર્ટ પર ટીમ ઇન્ડિયા સાથે યાત્રા કરતી જોવા મળી કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના.
ઑસ્ટ્રેલિયા અને ભારતની વિમેન્સ ટીમ આજે ત્રણ વન-ડેની સિરીઝની બીજી મૅચ રમવા ઊતરશે. બ્રિસબેનની મૅચ ૬ વિકેટે જીતનાર યજમાન ટીમ આજે સિરીઝને ૨-૦થી પોતાના નામે કરવાની આશા રાખશે. આજે વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન ભારત માટે સિરીઝની સાથે આબરૂ પણ દાવ પર લાગી છે. ઑસ્ટ્રેલિયા ભારત સામે સતત ૧૧ વન-ડે સિરીઝ જીતી ચૂક્યું છે. હૉબાર્ટના ક્રિકેટ-ગ્રાઉન્ડ પર ઑસ્ટ્રેલિયન ટીમ ૧૯૯૧થી ૬ વન-ડે મૅચ રમી છે અને એમાંથી પાંચ મૅચમાં જીત મળી છે અને એકમાત્ર હાર ભારત સામે ફેબ્રુઆરી ૨૦૧૬માં મળી હતી. ભારત આ મેદાન પર ૨૦૧૬માં બે વિમેન્સ વન-ડે મૅચ યજમાન ટીમ સામે રમ્યું હતું એમાંથી પહેલી મૅચમાં ૬ વિકેટે હાર મળી હતી અને બીજી મૅચમાં પાંચ વિકેટે જીત મળી હતી.