ભારતીય વિમેન્સ ટીમે વન-ડેમાં સાઉથ આફ્રિકાને ૧૫ રને હરાવ્યું

30 April, 2025 09:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રીલંકામાં આયોજિત ત્રિકોણીય વન-ડે સિરીઝની બીજી ટક્કરમાં ભારતીય મહિલા ટીમે સાઉથ આફ્રિકા સામે ૧૫ રને રોમાંચક જીત મેળવી હતી. ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરતાં ભારતે પ્રતીકા રાવલની ૭૮ રનની ઇનિંગ્સના આધારે છ વિકેટ ગુમાવીને ૨૭૬ રન ફટકાર્યા હતા.

પ્રતીકા રાવલે ૭૮ રન ફટકાર્યા હતા

શ્રીલંકામાં આયોજિત ત્રિકોણીય વન-ડે સિરીઝની બીજી ટક્કરમાં ભારતીય મહિલા ટીમે સાઉથ આફ્રિકા સામે ૧૫ રને રોમાંચક જીત મેળવી હતી. ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરતાં ભારતે પ્રતીકા રાવલની ૭૮ રનની ઇનિંગ્સના આધારે છ વિકેટ ગુમાવીને ૨૭૬ રન ફટકાર્યા હતા. ૨૭૭ રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરનાર સાઉથ આફ્રિકન ટીમ સ્પિનર સ્નેહ રાણાની શાનદાર બોલિંગને કારણે ૪૯.૨ ઓવરમાં ૨૬૧ રન બનાવી ઑલઆઉટ થઈ હતી. વન-ડે કરીઅરમાં પહેલી વાર એક મૅચમાં પાંચ વિકેટ લેનાર સ્નેહ રાણા પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. આ સિરીઝમાં શરૂઆતમાં શ્રીલંકા અને સાઉથ આફ્રિકાને હરાવીને ભારતે ફાઇનલની રેસમાં મજબૂત સ્થાન મેળવી લીધું છે.

indian womens cricket team south africa indian cricket team cricket news sports news sri lanka