11 June, 2026 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિચા ઘોષ
ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સમાં આયોજિત વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની છેલ્લી વૉર્મ-અપ મૅચમાં ભારતીય ટીમની યજમાન ઇંગ્લૅન્ડ સામે પાંચ રનથી હાર થઈ હતી. પ્રથમ વૉર્મ-અપ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૬ રનથી જીત મેળવનાર ભારતીય ટીમે ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લૅન્ડે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૧ રન બનાવ્યા હતા. ભારતીય ટીમે ૧૮ રનમાં બન્ને ઓપનરો સ્મૃતિ માન્ધના (૧ રન) અને શફાલી વર્મા (૧૩ રન)ને ગુમાવીને નબળી શરૂઆત કર્યા બાદ ૧૩મી ઓવરમાં ૮૭ રનમાં અડધી ટીમ પૅવિલિયન ભેગી થઈ ગઈ હતી. છેલ્લે વિકેટકીપર-બૅટર રિચા ઘોષે ૩૬ બૉલમાં બે સિક્સર અને ૯ ફોર સાથે ફટકાબાજી કરતાં રોમાંચક જીતની આશા જન્મી હતી, પણ તે આખરે છેલ્લી ઓવરના ચોથા બૉલે આઉટ થઈ જતાં ભારતીય ટીમને પાંચ રનથી હાર જોવી પડી હતી.
આવતી કાલે યજમાન ઇંગ્લૅન્ડ અને શ્રીલંકા વચ્ચેની ટક્કર સાથે વિમેન્સ T20 વર્લ્ડ કપની શરૂઆત થશે અને રવિવારે ભારત પોતાની પ્રથમ મૅચ પાકિસ્તાન સામે રમશે.