સ્મૃતિ માન્ધનાનું મનમોહક ફોટોશૂટ

21 December, 2025 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ પલાશ મુચ્છલ સાથેના રિલેશનશિપમાંથી મૂવઑન કરી ચૂકેલી સ્મૃતિ માન્ધના હાલમાં પોતાની પ્રોફેશનલ પ્રતિબદ્ધતાઓ વચ્ચે વ્યસ્ત જોવા મળી રહી છે. 

સ્મૃતિ માન્ધના

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ગઈ કાલે પોતાના ફોટોશૂટના કેટલાક મનમોહક ફોટો શૅર કર્યા હતા. તે આ લુક સાથે એક મોબાઇલ ફોન કંપનીની ઇવેન્ટમાં જોવા મળી હતી. ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ પલાશ મુચ્છલ સાથેના રિલેશનશિપમાંથી મૂવઑન કરી ચૂકેલી સ્મૃતિ માન્ધના હાલમાં પોતાની પ્રોફેશનલ પ્રતિબદ્ધતાઓ વચ્ચે વ્યસ્ત જોવા મળી રહી છે. 

શ્રીલંકા સામે એક દાયકાથી T20 સિરીઝ નથી હારી ભારતીય મહિલાઓ

ભારત છેલ્લી ત્રણેય સિરીઝ જીત્યું છે આ હરીફ સામે, બન્ને વચ્ચે છેલ્લી સિરીઝ ૨૦૨૨માં રમાઈ હતી

આજથી સાઉથ ઇન્ડિયામાં ભારત અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ T20 મૅચની સિરીઝ રમાશે. પહેલી બે મૅચ આંધ્ર પ્રદેશના વિશાખાપટનમમાં રમાશે જ્યારે અંતિમ ત્રણ મૅચ કેરલાના તિરુવનંતપુરમમાં રમાશે. ભારત સામે આ ફૉર્મેટમાં માત્ર પાંચ જીત મેળવનાર શ્રીલંકા ૨૧થી ૩૦ ડિસેમ્બર દરમ્યાન યજમાન ટીમને જબરદસ્ત પડકાર આપવાનો પ્રયાસ કરશે. 
બન્ને ટીમ વચ્ચે ૪ T20 સિરીઝ રમાઈ છે. છેલ્લે બન્ને ટીમ વચ્ચે ૨૦૨૨માં આ ફૉર્મેટની સિરીઝ રમાઈ હતી. શ્રીલંકાએ ભારત સામે ૨૦૧૪ની સિરીઝ જીત્યા બાદ એ ૨૦૧૬, ૨૦૧૮ અને ૨૦૨૨માં સતત ત્રણ T20 સિરીઝ હારી ગયું હતું. જૂન-જુલાઈ ૨૦૨૬માં ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં આયોજિત વિમેન્સ T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બન્ને ટીમમાં કેટલાક યંગ ક્રિકેટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

smriti mandhana indian womens cricket team sports news sports cricket news sri lanka