હર​મનપ્રીતે તોડ્યો મિતાલીનો રેકૉર્ડ, શ્રીલંકા સામે ભારત જીત્યું ટી૨૦ સિરીઝ

26 June, 2022 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હરમનપ્રીતે ૩૨ બૉલમાં નૉટઆઉટ ૩૧ રન કર્યા હતા

હરમનપ્રીત કૌર

દામ્બુલામાં રમાયેલી બીજી ટી૨૦માં કૅપ્ટન હરમનપ્રીત કૌરના ઑલરાઉન્ડ પ્રદર્શનને પગલે ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને પાંચ વિકેટે હરાવીને સિરીઝમાં અજય લીડ મેળવી લીધી છે. વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના (૩૪ બૉલમાં ૩૯ રન)એ પણ સારો ફાળો આપ્યો હતો. આ ઉપરાંત શેફાલી વર્મા (૧૦ બૉલમાં ૧૭)એ અને સભ્ભીનેની મેઘના (૧૦ બૉલમાં ૧૭ રન)ને લીધે ભારતે ૧૯.૧ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૨૬ રનના લક્ષ્યાંકને આંબ્યો હતો. હરમનપ્રીતે ૩૨ બૉલમાં નૉટઆઉટ ૩૧ રન કર્યા હતા. ત્રીજી અને છેલ્લી ટી૨૦ અહીં સોમવારે રમાશે. મંધાના ટી૨૦માં ઝડપી ૨૦૦૦ રન પૂરા કરનાર બીજી મહિલા ખેલાડી બની છે. મિતાલીએ આટલા રન ૭૦ ઇનિંગ્સમાં પૂરા કર્યા હતા.

શ્રીલંકાએ સારી શરૂઆત કરી હતી. કૅપ્ટન ચામરી અથાપથ્થુ (૪૧ બૉલમાં ૪૩ રન) અને વિશ્મી ગુણરત્ને (૫૦ બૉલમાં ૪૫ રન)ને લીધે ટીમે વિના વિકેટે ઓપનિંગમાં ૮૭ રન કર્યા હતા. જોકે છેલ્લી ૩.૧ ઓવરમાં ટીમે ૧૪ રનમાં ૬ વિકેટ ગુમાવતાં સન્માનજનક સ્કોર કરી શકી નહોતી.

ભારતીય સ્પિનર દીપ્તિ શર્માએ ૪ ઓવરમાં ૩૪ રન આપીને બે વિકેટ લીધી હતી. કૅપ્ટન હરમનપ્રીતે પણ ત્રણ ઓવરમાં ૧૨ રન આપીને એક વિકેટ લીધી હતી.  

હરમનપ્રીતના નામે ૨૩૭૨ રન
હરમનપ્રીત મહિલા ટી૨૦ ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ રન બનાવનાર બૅટર બની. મિતાલી રાજનો રેકૉર્ડ તોડ્યો હતો. હરમનપ્રીતના હવે ૧૨૩ મૅચમાં ૧ સદી અને ૬ હાફ-સેન્ચુરીની મદદથી ૨૩૭૨ રન બન્યા છે. મિતાલીના નામે ૮૯ મૅચમાં ૨૩૬૪ રન છે.

sports sports news cricket news india sri lanka indian womens cricket team