✕

IPLમાં વિદેશી કોચની સૂચનાઓ ઘણી વાર ટીમના ભારતીય ખેલાડીઓને સમજાતી નથી: સુનીલ ગાવસકર

23 October, 2026 08:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંગ્રેજી ભાષા બહુ બોલાતી નથી. કોઈ વિદેશી કોચ વાત કરે છે ત્યારે તેણે કહેલી ઘણી બાબતો આ યુવા ખેલાડીઓની સમજની બહાર રહી જાય છે. યુવા ખેલાડીઓ માટે એવા ભારતીય કોચ સાથે વાતચીત કરવી વધુ સરળ રહે છે.

સુનીલ ગાવસકર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં વિદેશીને બદલે સ્વદેશી હેડ કોચ પસંદ કરવાના નવા ટ્રેન્ડ વિશે સુનીલ ગાવસકરે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સુનીલ ગાવસકર કહે છે, ‘દરેક ફ્રૅન્ચાઇઝી ટીમમાં ભારતીય ખેલાડીઓની સંખ્યા હંમેશાં વધુ હોય છે. આમાંના ઘણા ભારતીય ખેલાડીઓ એવા વિસ્તારોમાંથી આવે છે જ્યાં અંગ્રેજી ભાષા બહુ બોલાતી નથી. કોઈ વિદેશી કોચ વાત કરે છે ત્યારે તેણે કહેલી ઘણી બાબતો આ યુવા ખેલાડીઓની સમજની બહાર રહી જાય છે. યુવા ખેલાડીઓ માટે એવા ભારતીય કોચ સાથે વાતચીત કરવી વધુ સરળ રહે છે જે તેમની ભાષા બોલતા હોય, તેમની લાગણીઓને સમજતા હોય અને IPL જેવી ટુર્નામેન્ટમાં વિશાળ પ્રેક્ષકોની સામે રમતી વખતે ઉદ્ભવતાં ગભરાટ કે ચિંતાને દૂર કરવામાં મદદ કરી શકે.’

sunil gavaskar indian cricket team cricket news sports sports news ipl 2027 indian premier league