ભારતીય રેલવેમાં ૩ વર્લ્ડ કપ ચૅમ્પિયનને મળ્યું પ્રમોશન

03 December, 2025 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રતીકા રાવલ, સ્નેહ રાણા અને રેણુકા સિંહ ઠાકુરને આઉટ-ઑફ-ટર્ન પ્રમોશન દ્વારા બઢતી આપવામાં આવી છે

ખેલાડીઓ રેલવેપ્રધાનને મળ્યા હતા તે સમયની ફાઇલ તસવીર

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની ૩ સ્ટાર ક્રિકેટરને વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય રેલવેએ પ્રમોટ કરી છે. પ્રતીકા રાવલ, સ્નેહ રાણા અને રેણુકા સિંહ ઠાકુરને આઉટ-ઑફ-ટર્ન પ્રમોશન દ્વારા ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી (સ્પોર્ટ્‍સ) તરીકે બઢતી આપવામાં આવી છે. આ ત્રણેયે વેસ્ટર્ન રેલવેમાં ક્લર્ક જેવાં વિવિધ પદ પર કામ કર્યું હતું. કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે નવેમ્બરમાં ત્રણેય સાથે શુભેચ્છા-મુલાકાત કરી હતી.

indian womens cricket team indian railways ashwini vaishnaw cricket news sports sports news