રમતવાત: મેલબર્નમાં ભારતના ત્રણ યંગ સ્ટાર ક્રિકેટર્સે સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ પાસે કરાવ્યું મેકઓવર

02 November, 2025 11:33 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયા સામે બીજી T20 મૅચ રમવા મેલબર્ન ગયેલા ભારતના ૩ યંગ સ્ટાર ક્રિકેટર્સ હાલમાં ધ બાર્બર ક્લબમાં જોવા મળ્યા હતા

ભારતના ૩ યંગ સ્ટાર ક્રિકેટર્સ

ઑસ્ટ્રેલિયા સામે બીજી T20 મૅચ રમવા મેલબર્ન ગયેલા ભારતના ૩ યંગ સ્ટાર ક્રિકેટર્સ હાલમાં ધ બાર્બર ક્લબમાં જોવા મળ્યા હતા. ત્યાં શુભમન ગિલ, નીતીશ કુમાર રેડ્ડી અને અભિષેક શર્માએ સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ જૉર્ડન ટૅબકમૅન પાસે પોતાનું મેકઓવર કરાવ્યું હતું. ઑસ્ટ્રેલિયાનો આ સ્ટાર હેરસ્ટાઇલિસ્ટ ભારતના વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા સહિત ઘણા સ્ટાર ક્રિકેટર્સ અને સેલિબ્રિટીઝ માટે કામ કરી ચૂક્યો છે. 

વિશ્વનાથન આનંદે પોતાના નામની ટ્રોફી સાથે આપ્યો પોઝ

ગોવામાં આયોજિત ચેસ વર્લ્ડ કપ 2025માં ગઈ કાલે પ્લેયર્સ વચ્ચે શરૂઆતના રાઉન્ડની ગેમ શરૂ થઈ હતી. આ પ્રસંગે ભારતના લેજન્ડરી ચેસ-પ્લેયર વિશ્વનાથન આનંદે હાજરી આપી હતી. તેણે વર્લ્ડ કપની પોતાના નામવાળી સુંદર ટ્રોફી સાથે પોઝ પણ આપ્યો હતો. તેણે અધિકારીઓ સાથે મુલાકાત કરવાની સાથે પ્લેયર્સ વચ્ચેની માઇન્ડ ગેમને પણ નિહાળી હતી. ઓપનિંગ સેરેમની વખતે વર્લ્ડ કપ ટ્રોફીને ધ વિશ્વનાથન આનંદ કપ નામ આપીને ભૂતપૂર્વ વર્લ્ડ ચેસ-ચૅમ્પિયનને સન્માન આપવામાં આવ્યું હતું. 

પ્રો કબડ્ડી લીગમાં બીજી વાર ચૅમ્પિયન બન્યું દિલ્હી

પ્રો કબડ્ડી લીગની બારમી સીઝનની‌ શુક્રવારે રાતે ઘરઆંગણે રમાયેલી રોમાંચક ફાઇનલમાં દબંગ દિલ્હી ટીમ પુણેરી પલ્ટનને ૩૧-૨૮થી માત આપીને બીજી વાર ચૅમ્પિયન બન્યું હતું. દિલ્હી આ પહેલાં આઠમી સીઝનમાં ચૅમ્પિયન બન્યું હતું. દિલ્હી પહેલી વાર ચૅમ્પિયન બન્યું હતું ત્યારે હાલનો હેડ કોચ જોગિન્દર નરવાલ ટીમનો કૅપ્ટન હતો. એ ઉપરાંત દિલ્હી ઘરઆંગણે ચૅમ્પિયન બનનાર મુંબઈ બાદ બીજી ટીમ બની હતી. 

sports news sports indian cricket team cricket news shubman gill abhishek sharma nitish kumar reddy