24 January, 2026 04:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍડમ મિલ્ને, કાઇલ જેમિસન
T20 વર્લ્ડ કપ 2026ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેટલીક ટીમો માટે પ્લેયર્સની ઇન્જરી માથાનો દુખાવો બની રહી છે. ઇન્જરીને કારણે સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલૅન્ડે પોતાની T20 વર્લ્ડ કપ સ્ક્વૉડમાં ફેરફાર કરવો પડ્યો છે.
ડાબા પગના હૅમસ્ટ્રિંગની ઇન્જરીને કારણે ફાસ્ટ બોલર ઍડમ મિલ્નેને ન્યુ ઝીલૅન્ડની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેના સ્થાને ટ્રાવેલિંગ રિઝર્વ ફાસ્ટ બોલર કાઇલ જેમિસનને મુખ્ય સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. T20 વર્લ્ડ કપ માટે રિપ્લેસમેન્ટ ટ્રાવેલિંગ રિઝર્વની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
સાઉથ આફ્રિકાની વર્લ્ડ કપ ટીમમાંથી સ્ટાર બૅટર ટૉની ડી ઝોર્ઝીને હૅમસ્ટ્રિંગ સ્નાયુની ઇન્જરી અને ઑલરાઉન્ડર ડોનોવન ફરેરાને છાતી પાસેની કૉલરબોનની ઇન્જરીને કારણે બહાર થવું પડ્યું છે. તેમના સ્થાને સ્ટાર બૅટર્સ રાયન રિકલ્ટન અને ટ્રિસ્ટન સ્ટબ્સને સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે.