સ્મૃતિ માન્ધના બની બાર્બી ડૉલ અવતાર ધરાવતી પહેલી ક્રિકેટર

06 March, 2026 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેના બાર્બી બૉક્સમાં SM-18 લખેલાં બૅટ અને ગ્લવ્ઝનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે

સ્મૃતિ માન્ધનાનો બાર્બી ડૉલ અવતાર

ઇન્ટરનૅશનલ વિમેન્સ ડે પહેલાં ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાને મોટું સન્માન મળ્યું છે. બાર્બી ડૉલ બનાવતી અમેરિકન કંપની મેટલે તેની સિદ્ધિઓના સન્માનમાં તેના અવતારવાળી બાર્બી બનાવી છે. આ સન્માન મેળવનાર તે વિશ્વની પહેલી ક્રિકેટર બની છે. તેના બાર્બી બૉક્સમાં SM-18 લખેલાં બૅટ અને ગ્લવ્ઝનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

૨૩ ટેનિસ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર સેરેના વિલિયમ્સ સહિત ૮ મહિલાઓ સાથેની પહેલી બાર્બી ડ્રીમ ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. વિવિધ ક્ષેત્રની પ્રતિભાશાળી મહિલાઓ સાથે સ્મૃતિ માન્ધનાની બાર્બીને પણ આ ડ્રીમ ટીમમાં સામેલ કરવામાં આવી છે.

સ્મૃતિ માન્ધનાએ આ સન્માન મેળવ્યા બાદ કહ્યું હતું કે ક્રિકેટે મને ઘણું બધું આપ્યું છે અને જો મારી જર્ની એક પણ છોકરીને એવું માનવામાં મદદ કરે છે કે તે મેદાનમાં સ્થાન મેળવવાને લાયક છે તો એનું મારા માટે ઘણું મહત્ત્વ હશે. 

smriti mandhana india indian womens cricket team cricket news sports sports news international womens day