PBKS vs SRH: પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ રને હરાવી, હૈદરાબાદ પ્લેઓફની બહાર

26 September, 2021 12:06 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent

પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાને ૧૨૫ રન બનાવ્યા હતા

કેએલ રાહુલ તસવીર/પીટીઆઈ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનનો 37મો મુકાબલો આજે સાંજે ૭.૩૦ વાગ્યે પંજાબ કિંગ્સ (Punjab Kings) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે શારજાહ સ્ટેડિયમમાં યુએઈ ખાતે યોજાયો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદના કૅપ્ટન કેન વિલિયમ્સને ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાને ૧૨૫ રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૨૦ રન બનાવ્યા હતા અને મેચ હારી હતી. આ સાથે જ પંજાબ કિંગ્સની ટીમે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી છે. તો સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઠમા સ્થાને છે.

પ્રથમ બેટિંગ માટે ઉતાર્યા બાદ પંજાબ કિંગ્સની શરૂઆત ખૂબ ધીમી રહી હતી. ટીમના બંને ઓપનર કેએલ રાહુલ ૨૧ રન અને મયંક અગ્રવાલ ૫ રન પર આઉટ થયા હતા. ક્રિસ ગેલ, એડેન માર્કરમ અને નિકોલસ પૂરણને જબરદસ્ત બોલિંગ સાથે હૈદરાબાદે ઓછા રનમાં આઉટ કરતાં મધ્યમ ક્રમે ખાસ રન બનાવ્યા ન હતા.

તો બીજી તરફ હૈદરાબાદની ટીમે પહેલી ત્રણ ઓવરમાં જ ડેવિડ વોર્નર (2) અને કેન વિલિયમ્સન (1)ને ગુમાવ્યો હતો. જેસન હોલ્ડરે 29 બોલમાં શાનદાર 47* સાથે ટીમ માટે સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ અંતે તે પૂરતું સાબિત થયું ન હતું અને આઅ હાર બાદ હૈદરાબાદ હવે પ્લે-ઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું છે.

sports news sports cricket news ipl 2021 sunrisers hyderabad punjab kings