KKR vs CSK: ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 2 વિકેટે હરાવ્યું

26 September, 2021 11:31 PM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent

પ્રથમ બેટિંગ કરતા કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકસાને ૧૭૧ રન બનાવ્યા હતા

તસવીર/પીટીઆઈ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનનો 38મો મુકાબલો આજે બપોરે 3.૩૦ વાગ્યે કોલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે શેખ ઝયદ સ્ટેડિયમમાં યુએઈ ખાતે યોજાયો હતો. કોલકત્તા નાઈટ રાઈડર્સના કૅપ્ટન ઇઓન મોર્ગને ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ બેટિંગ કરતા કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકસાને ૧૭૧ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૭૨ રન બનાવ્યા હતા અને મેચ જીતી હતી. આ સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી છે. તો કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ ચોથા સ્થાને છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે ટાર્ગેટનો પીછો કરતા છેલ્લા બોલે ૧ રન બનાવી મેચ પોતાના નામે કરી હતી. ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડવા ફાફડુ પ્લેસીએ ૪૩ અને ઋતુરાજ ગાયકવાડે ૪૦ રન ફટકાર્યા હતા. પાવર પ્લેમાં જબરદસ્ત રમ્યા બાદ વિકેટ સતત પડતાં રન રેટ ઘટ્યો હતો. અંતિમ તબક્કામાં ભારે રોમાંચક રહી હતી. ચેન્નાઈને જીતવા માટે છેલ્લી ઓવરમાં માત્ર ૪ રનની જરૂર હતી, પરંતુ ૨ વિકેટ પડતાં બાજી પલટાઈ જવાની શક્યતા વચ્ચે મેચ સુપર ઓવર સુધી પહોંચવા પામી હતી. આખરે છેલ્લા બોલ પર એક રન સાથે ચેન્નાઈ મેચ જીત્યું હતું.

બીજી તરફ કોલકત્તાએ પણ પ્લેઓફમાં સારું પ્રદર્શન કર્યું હતું અને પહેલી જ ઓવરમાં એક વિકેટ ગુમાવી હતી. રાહુલ ત્રિપાઠીએ ૪૫ રન કર્યા હતા. તો નીતિશ રાણાએ ૨૭ બોલમાં ૩૭ રન ફટકાર્યા હતા. બોલિંગની વાત કરીએ તો સુનિલ નરીનેએ ૪ ઓવરમાં ૪૧ રન આપી ૩ વિકેટ લીધી હતી. તો સૌથી સારી ઈકોનોમી વરુણ ચક્રવર્તીની રહી હતી. જેણે ૪ ઓવરમાં માત્ર ૨૨ રન આપી અને એક સફળતા મેળવી હતી.

sports news ipl 2021 cricket news chennai super kings kolkata knight riders