જીતનો જોશ જાળવવા દિલ્હી-રાજસ્થાનનો જંગ

25 September, 2021 08:43 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

પહેલા હાફમાં શાનદાર પર્ફોર્મન્સને દિલ્હીએ યુએઈમાં પણ જાળવી રાખ્યું હતું

રિષભ પંત

૧૪મી સીઝનના બીજા હાફનો આજે પ્રથમ ડબલ હેડર મુકાબલો જામશે. અબુ ધાબીમાં આજે બપોરે બીજા હાફની પહેલી મૅચમાં સાથે જીત મેળનાર બે ટીમો દિલ્હી કૅપિટલ્સ અને રાજસ્થાન વચ્ચે જંગ જામવાનો છે. પહેલા હાફમાં શાનદાર પર્ફોર્મન્સને દિલ્હીએ યુએઈમાં પણ જાળવી રાખ્યું હતું. પહેલી મૅચમાં હૈદરાબાદને ૮ વિકેટે હરાવીને શાનદાર શરૂઆત કરી છે. તેઓ હવે ૯માંથી ૭ જીત સાથે ૧૪ પૉઇન્ટ મેળવીને ટૉપમાં છે, જ્યારે અમુક સ્ટાર વિદેશી ખેલાડીઓને ગુમાવનાર રાજસ્થાન ભારતમાં સાતમાંથી ત્રણ જ જીત મેળવી શક્યું હતું, પણ યુએઈમાં પહેલી મૅચમાં પંજાબ પાસેથી છેલ્લા બૉલમાં બે રનથી વિજય આંચકી લઈને કમાલની શરૂઆત કરી છે. રાજસ્થાન ૮માંથી ૪ જીત અને એટલી જ હાર સાથે પાંચમા નંબરે છે. આજે હવે બન્ને ટીમ એમની વિજય શરૂઆતને જાળવીને પ્લે-ઑફમાં દાવેદારી મજબૂત કરવાના મક્કમ નિર્ધાર સાથે મેદાનમાં ઊતરશે. દિલ્હીની પ્લે-ઑફની એન્ટ્રી ઑલમોસ્ટ નક્કી થઈ ગઈ છે, પણ તેઓ જલદી ટૉપ-ટૂમાં તેમનું સ્થાન કન્ફર્મ કરી લેવાના મૂડમાં હશે. જ્યારે રાજસ્થાન આ કમાલની જીતનો જોશ જાળવીને ટૉપ ફોરમાં પ્રવેશ કરવા આતુર હશે.

56

દિલ્હીનો કૅપ્ટન આજે આટલા રન બનાવશે તો તે વીરેન્દર સેહવાગને પાછળ રાખીને આઇપીએલમાં દિલ્હીનો હાઇએસ્ટ સ્કોરર બનશે.

sports sports news cricket news indian premier league ipl 2021 delhi capitals rajasthan royals