IPL 2021 Point Table : દિલ્હી કેપિટલ્સ પહેલા સ્થાને, જાણો પોઈન્ટ ટેબનું ગણિત

19 September, 2021 02:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પોઈન્ટ ટેબલની વાત કરીએ તો હાલ દિલ્હી કેપિટલ્સ 12 પોઇન્ટ્સ સાથે ટેબલમાં પહેલાં સ્થાને છે.

રોહિત શર્મા અને એમએસ ધોની. ફાઇલ ફોટો/એએફપી

કોરોનાને કારણે અટકી પડેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ આજથી યુએઈમાં ફરી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ હાફમાં 29 મેચ રમાઈ હતી. આજે શરૂઆતમાં પહેલો જ મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થવાનો છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો હાલ દિલ્હી કેપિટલ્સ 12 પોઇન્ટ્સ સાથે ટેબલમાં પહેલાં સ્થાને છે.

દિલ્હી કેપિટલ્સ (DC)

આ ટીમ શાનદાર રમત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. તેણે તેની આઠમાંથી 6 મેચ જીતી છે અને તેના કુલ 12 પોઇન્ટ છે. વધુ બે જીત પ્લેઓફમાં તેનું સ્થાન સુનિશ્ચિત કરશે.

મેચ - 8, જીત - 6, હાર - 2, પોઇન્ટ - 12, નેટ રનરેટ: +0.547

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)

ચેન્નાઈ હાલમાં રમાયેલી સાત મેચમાંથી પાંચમાં જીત પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. હારથી શરૂઆત કર્યા બાદ ચેન્નાઈએ બાઉન્સ બેક કર્યું હતું અને સતત પાંચ મેચ જીતી હતી. વધુ બે જીત આ ટીમ માટે પણ આગામી રાઉન્ડના દરવાજા ખોલી શકે છે.

મેચ - 7, જીત - 5, હાર - 2, પોઇન્ટ - 10, નેટ રનરેટ: +1.263

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પોતાનું પ્રથમ ટાઇટલ મેળવવા માટે પ્રયાસરત છે, તેણે પ્રથમ સાત મેચમાંથી 10 પોઇન્ટ મેળવ્યા છે અને ત્રીજા સ્થાને છે. દરેક સિઝનમાં મજબૂત દેખાતી ટીમે પહેલા હાફમાં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ ભૂતકાળના રેકોર્ડને જોતા, બીજા હાફમાં તેમના પ્રદર્શનની ખાતરી આપી શકાતી નથી.

મેચ - 7, જીત - 5, હાર - 2, પોઇન્ટ - 10, નેટ રનરેટ: –0.171

મુંબઈ ઇન્ડિયન્સ (MI)

ચેમ્પિયન્સ મુંબઈ હાલમાં સાત મેચમાંથી માત્ર ચાર જીત સાથે ચોથા સ્થાને છે. મુશ્કેલ અને તણાવપૂર્ણ વાતાવરણમાં તેમની રમતનું સ્તર વધારવું, પાંચ વખતની ચેમ્પિયન આ ટીમ સારી રીતે જાણે છે. જોકે, તેણે અત્યારે વિનિંગ ટ્રેક પર રહેવું પડશે.

મેચ - 7, જીત - 4, હાર - 3, પોઇન્ટ - 8, નેટ રનરેટ: +0.062

રાજસ્થાન રોયલ્સ (RR)

રાજસ્થાન રોયલ્સે પ્રથમ સાત મેચમાંથી ત્રણ મેચ જીતી 6 પોઇન્ટ મેળવ્યા છે અને પાંચમા સ્થાને છે.

મેચ - 7, જીત – 3, હાર – 4, પોઇન્ટ – 6, નેટ રનરેટ: -0.190

પંજાબ કિંગ્સ (PC)

ટેબલમાં છઠ્ઠા ક્રમે પંજાબ કિંગ્સ છે. કુલ આઠમાંથી ત્રણ મેચ જીતી ટીમે 6 પોઈન્ટ મેળવ્યા હતા.

મેચ – 8, જીત – 3, હાર – 5, પોઇન્ટ – 6, નેટ રનરેટ: -0.368

કોલકતા નાઈટ રાઈડર્સ (CSK)

લિસ્ટમાં સાતમા નંબર પર ધોનીની કોલકતા નાઈટ રાઈડર્સ ટીમ છે. પહેલા હાફમાં સાતમાંથી માત્ર બે મેચ ટીમે પોતાના નામે કરી હતી. હાલ ટીમ પાસે 4 પોઇન્ટ્સ છે.

મેચ – 7, જીત – 2, હાર – 5, પોઇન્ટ – 4, નેટ રનરેટ: -0.494

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)

પોઈન્ટ ટેબલમાં હાલ સનરાઇઝર્સ હૈદરાબાદ છેલ્લા ક્રમે છે. તેણે સાતમાંથી માત્ર એક જ મેચ જીતી છે અને 2 પોઇન્ટ્સ મેળવ્યા છે.    

મેચ – 7, જીત – 6, હાર – 1, પોઇન્ટ – 2, નેટ રનરેટ: -0.623

ipl 2021 mumbai indians delhi capitals royal challengers bangalore rajasthan royals