આઇપીએલના બીજા તબક્કાનો ૧૯મી સપ્ટેમ્બરથી પ્રારંભ

26 July, 2021 10:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૭ દિવસ સુધી ચાલનારા બીજા તબક્કામાં કુલ ૩૧ મૅચ રમાશે

ફાઈલ તસવીર

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા યુએઈમાં રમાનારી આઇપીએલની બીજા તબક્કાની મૅચોના કાર્યક્રમની ઘોષણ કરી છે, જેમાં ૧૯ સપ્ટેમ્બરે દુબઈમાં મુંબઈ અને ચેન્નઈ વચ્ચે પહેલી મૅચ રમાશે. બાયો-બબલમાં કેસ મળી આવતાં મે મહિનામાં આ ટુર્નામેન્ટ અધવચ્ચેથી અટકાવવામાં આવી હતી. ૨૭ દિવસ સુધી ચાલનારા બીજા તબક્કામાં કુલ ૩૧ મૅચ રમાશે, જેમાં બે ડબલ હેડર હશે, જેમાં એક જ દિવસે કુલ બે મૅચો રમાશે. ચેન્નઈ અને મુંબઈની મૅચ બાદ અબુ ધાબીમાં કલકત્તા અને બૅન્ગલોરની મૅચ રમાશે. ૨૪ સપ્ટેમ્બરે બૅન્ગલોર અને ચેન્નઈ વચ્ચેની મૅચ શારજાહમાં રમાશે.  પહેલી ક્વૉલિફાયર ૧૦ ઑક્ટોબરે દુબઈમાં રમાશે., એલિમિનેટર અને બીજી ક્વૉલિફાયર અનુક્રમે ૧૧ અને ૧૩ ઑક્ટોબરના રોજ શારજાહમાં અને ૧૫ ઑક્ટોબરે દુબઈમાં આઇપીએલની ફાઇનલ રમાશે.

sports sports news cricket news indian premier league ipl 2021