અમદાવાદની ટીમ હાર્દિકને અને લખનઉની ટીમ રાહુલને આપશે ૧૫-૧૫ કરોડ રૂપિયા

19 January, 2022 01:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમદાવાદે શુભમન ગિલ, રાશિદ ખાન અને લખનઉએ બિશ્નોઈ અને માર્કસ સ્ટૉઇનિસને પણ સિલેક્ટ કર્યા

થોડાં વર્ષો પહેલાં ‘કૉફી વિથ કરન’ કાર્યક્રમમાં અભદ્ર કમેન્ટ્સ કરીને વિવાદ ઊભો કરનાર હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલને આઇપીએલમાં અનુક્રમે અમદાવાદ અને લખનઉની કૅપ્ટન્સી સોંપાશે.

આગામી એપ્રિલ-મેમાં ભારતમાં રમાનારી આઇપીએલની નવી સીઝન પહેલાં આવતા મહિને ખેલાડીઓ માટે મેગા ઑક્શન યોજાશે, પરંતુ એ અગાઉ બે નવી ટીમો અમદાવાદ અને લખનઉને બીસીસીઆઇએ ત્રણ-ત્રણ ખેલાડીઓની પસંદગી કરવાની જે સૂચના આપી હતી એ મુજબ આ ટીમોએ તેમનું સિલેક્શન કરી લીધું છે.
હાર્દિક પંડ્યા, શુભમન ગિલ અને અફઘાનિસ્તાનનો રાશિદ ખાન સીવીસી કૅપિટલ કંપનીની માલિકીવાળી અમદાવાદની ટીમમાં જોડાઈ રહ્યા છે. હાર્દિકને કૅપ્ટન્સી સોંપાશે એવી 
ચર્ચા છે. આ ટીમના કોચિંગ-સ્ટાફમાં મુખ્યત્વે આશિષ નેહરા અને ગૅરી કર્સ્ટનનો સમાવેશ છે. વિક્રમ સોલંકી ટીમ ડિરેક્ટર બનશે.
લખનઉની ટીમ ગોએન્કા ગ્રુપે ખરીદી છે. આ ટીમે શરૂઆતના ત્રણ ખેલાડીઓ તરીકે કે. એલ. રાહુલ, યુવાન લેગ-સ્પિનર રવિ બિશ્નોઈ અને ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર માર્કસ સ્ટૉઇનિસને સિલેક્ટ કર્યા છે. રાહુલને ટીમની કૅપ્ટન્સી સોંપાશે.

કયા પ્લેયરને વર્ષે કેટલા રૂપિયા મળશે?
અમદાવાદની ટીમ
હાર્દિક પંડ્યા - ૧૫ કરોડ
રાશિદ ખાન - ૧૫ કરોડ
શુભમન ગિલ  - ૭ કરોડ
લખનઉની ટીમ
કે.એલ. રાહુલ - ૧૫ કરોડ
માર્કસ સ્ટૉઇનિસ - ૧૧ કરોડ
રવિ બિશ્નોઈ -  ૪ કરોડ

sports sports news cricket news indian premier league ipl 2022