કલકત્તા મારા માટે બીજા ઘર જેવું છે : નારાયણ

03 December, 2021 03:12 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કલકત્તા નાઇટ રાઇડર્સના આઇપીએલ ૨૦૧૨ અને ૨૦૧૪ના વિજયમાં સ્પિનર સુનીલ નારાયણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી

ફાઈલ તસવીર

કલકત્તા નાઇટ રાઇડર્સના આઇપીએલ ૨૦૧૨ અને ૨૦૧૪ના વિજયમાં સ્પિનર સુનીલ નારાયણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેની કારકિર્દીની ચડતી-પડતીમાં ટીમ તેના પડખે રહી હતી એને પરિણામે તેણે આ ટીમને પોતાના બીજા ઘર જેવી ગણાવી હતી. ૨૦૧૪માં ચૅમ્પિયન્સ લીગ ટી૨૦ દરમ્યાન તેની બોલિંગ-ઍક્શન સામે શંકા ઉઠાવવામાં આવી હતી ત્યારે તેની કરીઅરને માથે સંકટ હતું. આવી જ ઘટના આઇપીએલ ૨૦૨૦ દરમ્યાન પણ બની હતી. આમ તેની ક્રિકેટ કારકકિર્દીમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા. 
૩૩ વર્ષના આ ખેલાડીને ફ્રૅન્ચાઇઝીએ ૬ કરોડ રૂપિયામાં તાજેતરમાં રિટેન કર્યો છે. તેણે કહ્યું કે મને આ ટીમનું પ્રતિનિધિત્વ કરવાનું ગમે છે. એ મારા માટે બીજા ઘર સમાન છે. કેકેઆર દ્વારા બહાર પાડવામાં આવેલી શૉર્ટ ફિલ્મમાં છેલ્લાં ૧૦ વર્ષમાં આ ક્રિકેટરની યાત્રા વિશે વાત કરવામાં આવી હતી. પોતાની ઍક્શનમાં ફેરબદલ નારાયણ વધુ વેધક બન્યો છે.

sports sports news cricket news indian premier league ipl 2022 kolkata knight riders sunil narine