ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમ વિશે રોહિત શર્માને મળ્યો ઍરોન ફિન્ચનો સાથ

24 April, 2024 06:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે કહ્યું કે આનાથી ટીમની ખામીઓ ઉજાગર થતી નથી, જે નબળી વ્યૂહરચના સાથે મેદાનમાં ઊતરી હતી.

રોહિત શર્મા , ઍરોન ફિન્ચ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમને હટાવી દેવાની સલાહ આપનાર રોહિત શર્માને ઑસ્ટ્રેલિયન દિગ્ગજ ઍરોન ફિન્ચનો સાથ મળ્યો છે. તેણે કહ્યું કે આનાથી ટીમની ખામીઓ ઉજાગર થતી નથી, જે નબળી વ્યૂહરચના સાથે મેદાનમાં ઊતરી હતી. જે ટીમ શ્રેષ્ઠ વ્યૂહરચના સાથે મેદાન પર ઊતરે છે એને ફાયદો નથી મળતો. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુબ્રમણ્યમ બદરીનાથે આ વિશે પોતાનો વિચાર વ્યક્ત કરતાં કહ્યું કે ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમને કારણે જ આશુતોષ શર્મા અને શશાંક સિંહ જેવા ખેલાડીઓને પ્લૅટફૉર્મ મળી શક્યું. દિલ્હી કૅપિટલ્સના ઓપનર ડેવિડ વૉર્નરે ફ્રૅન્ચાઇઝીસને સલાહ આપતાં કહ્યું કે આ નિયમ સાથે ટીમ પાંચ વિદેશી ખેલાડીઓને રમાડી શકે છે.

IPL 2024 rohit sharma cricket news sports sports news