IPL 2024: ટ્રોલિંગની અસર થઈ રહી છે MI કૅપ્ટન હાર્દિકના માનસિક સંતુલન પર, પૂર્વ ક્રિકેટરનો ખુલાસો

21 April, 2024 07:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

IPL 2024: પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ ખુલાસો કર્યો કે, મુંબઈનો કૅપ્ટન હાર્દિક પંડ્યા અંદરથી તૂટી ગયો છે!

હાર્દિક પંડ્યાની ફાઇલ તસવીર

ઈન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premiere League) ની ચાલુ સિઝન ખુબ ધમાકેદાર છે. આઇપીએલ ૨૦૨૪ (IPL 2024) માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની કેપ્ટનશીપ કરી રહેલા હાર્દિક પંડ્યા (Hardik Pandya) ચાહકોના નિશાના પર છે. મુંબઈના ભુતપુર્વ કૅપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ને કેપ્ટનશિપમાંથી હટાવીને હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપવાનો નિર્ણય મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોને પસંદ નથી આવી રહ્યો. એટલું જ નહીં પરંતુ રોહિત શર્મા પ્રત્યે હાર્દિક પંડ્યાના વર્તનથી ફેન્સ પણ નારાજ છે. આ જ કારણ છે કે દરેક મેચમાં હાર્દિક પંડ્યાને ટ્રોલ કરવામાં આવે છે. દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા (Robin Uthappa) નું માનવું છે કે હાર્દિક પંડ્યાની આટલી ટીકા કરવી યોગ્ય નથી.

રોબિન ઉથપ્પાએ એક સ્પોર્ટ્સ પ્લેટફોર્મ પર વાત કરતા કહ્યું, તે (હાર્દિક પંડ્યા) આ વાત જાણે છે. તે તેની ફિટનેસને લઈને થઈ રહેલા ટ્રોલિંગ અને મીમ્સથી સારી રીતે વાકેફ છે. શું તમને લાગે છે કે આ વસ્તુઓ તેને નુકસાન પહોંચાડતી નથી? આ વસ્તુઓ કોઈપણ વ્યક્તિને ખરાબ લાગશે. કેટલા લોકો આ વિશે સત્ય જાણે છે? હાર્દિક દેખીતી રીતે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે કામ કરી શકે છે.

પૂર્વ ઓપનરે વધુમાં કહ્યું કે, એક માનવી તરીકે હું લાગણીઓને સમજું છું. જો કે, કોઈ પણ માણસ સાથે આ પ્રકારનું વર્તન કરવું બિલકુલ યોગ્ય નથી. આપણે આવી વાતો પર હસવું ન જોઈએ અને આવી વાતોને આગળ ફોરવર્ડ ન કરવી જોઈએ. હાર્દિક પંડ્યામાં ભારતનો મહાન ખેલાડી બનવાની ક્ષમતા છે. હાર્દિકને બનાવનારી ટીમે તેને છોડી દીધો હતો. ત્રણથી ચાર ટાઈટલ જીત્યા બાદ તે બીજી ફ્રેન્ચાઈઝીમાં ગયો. તે ગુજરાતમાં જઈને ટાઈટલ જીત્યો હતો અને આગલી સિઝનમાં રનર્સ અપ પણ હતો. આ પછી વાતચીત શરૂ થઈ.

હાર્દિક પંડ્યાએ મુંબઈની ટીમમાં શું ભુલ કરી એ વિશે વાત કરતા રોબિન ઉથપ્પા કહે છે કે, અમે કેટલાક મીમ્સ, હાસ્ય અને પૈસા માટે મજાક કરવા અથવા વ્યક્તિને નીચું દેખાડવા માટે હંમેશા તૈયાર હોઈએ છીએ. હાર્દિક પણ આવી જ બાબતોમાંથી પસાર થઈ રહ્યો છે. તેણે કહ્યું ઓકે, હું મુંબઈ પાછો આવું છું. શું આ ખોટું છે? તમે તેને તેના દ્રષ્ટિકોણથી જુઓ, શું તે ખોટું છે? તેણે કહ્યું કે મારે સારો સોદો જોઈએ છે. શું આ ખોટું છે? રમતવીરોની કારકિર્દી ખૂબ જ ટૂંકી હોય છે. જો હાર્દિકના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તે સાચો છે. તે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જીતવા માંગતો હતો અને તેથી જ તે પાછો ફર્યો.

નોંધનીય છે કે, મુંબઈ ઈન્ડિયન્સે આ વર્ષે આઇપીએલ ૨૦૨૪માં રોહિત શર્માને કૅપ્ટન્સીના પદેથી હટાવીને હાર્દિક પંડ્યાને કૅપ્ટન બનાવ્યો હતો. ત્યારથી મુંબઈના ફૅન્સ હાર્દિક પંડ્યાને ખુબ ટ્રોલ કરી રહ્યાં છે.

indian premier league IPL 2024 mumbai indians hardik pandya rohit sharma robin uthappa cricket news sports sports news