૫૦૪ મૅચમાં પહેલી વાર સુનીલ નારાયણે ફટકારી T20 સેન્ચુરી

17 April, 2024 07:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IPLમાં હૅટ-ટ્રિક સાથે સેન્ચુરી ફટકારનાર ત્રીજો ખેલાડી બન્યો નારાયણ

સુનિલ નારાયણ

આજની મૅચ: ગુજરાત ટાઇટન્સ v/s દિલ્હી કૅપિટલ્સ,   સાંજે ૭.૩૦ વાગ્યે, અમદાવાદ
આવતી કાલની મૅચ: મુંબઈ ઇન્ડિયન્સ v/s પંજાબ કિંગ્સ,   સાંજે ૭.૩૦ વાગ્યે, મુલ્લાનપુર

વેસ્ટ ઇન્ડીઝનો ૩૫ વર્ષનો ઑલરાઉન્ડર સુનીલ નારાયણ IPL 2024માં સેન્ચુરી ફટકારનાર વિરાટ કોહલી, જોસ બટલર, રોહિત શર્મા અને ટ્રૅવિસ હેડ બાદ પાંચમો ખેલાડી બન્યો છે. ૪૯ બૉલમાં ૧૦૦ રન કરીને સુનીલ નારાયણે T20માં ૪૦૦૦ રન પૂરા કર્યા છે. ૨૦૧૨માં IPL ડેબ્યુ કરનાર સુનીલ નારાયણે ૧૬૮ મૅચ બાદ પ્રથમ સેન્ચુરી નોંધાવી છે. ૫૦૪ T20 રમનાર સુનીલ નારાયણની આ T20ની કરીઅરની પ્રથમ સેન્ચુરી હતી. ૨૦૨૩માં હૅટ-ટ્રિક લેનાર સુનીલ નારાયણે ડેબ્યુનાં ૧૨ વર્ષ બાદ સેન્ચુરી ફટકારી છે. IPLમાં આ સિદ્ધિ મેળવનાર તે રોહિત શર્મા અને શેન વૉટ્સન બાદ ત્રીજો ખેલાડી બન્યો છે. કોલકાતા નાઇટ રાઇડર્સ માટે સેન્ચુરી ફટકારનાર તે બ્રેન્ડન મૅક્લમ અને વેન્કટેશ ઐયર બાદ ત્રીજો ખેલાડી બન્યો છે. ૬ સિક્સર અને ૧૧ ચોગ્ગાની મદદથી ૧૯૪.૬૪ના સ્ટ્રાઇક-રેટથી ૫૬ બૉલમાં ૧૦૯ રન ફટકારીને તે ટ્રેન્ટ બોલ્ટની ઓવરમાં બોલ્ડ થયો હતો. તેની આક્રમક ઇનિંગ્સની મદદથી કલકત્તાએ પાંચ વિકેટ ગુમાવીને ૨૨૩ રન ખડકી દીધા હતા.

KKR માટે સેન્ચુરી કરનાર બૅટ્સમૅન 

રન      બૅટ્સમૅન                 વર્ષ

૧૫૮    બ્રેન્ડન મૅક્લમ            ૨૦૦૮

૧૦૪    વેન્કટેશ ઐયર              ૨૦૨૩

૧૦૯    સુનીલ નારાયણ            ૨૦૨૪

sports news sports cricket news IPL 2024 sunil narine kolkata knight riders rajasthan royals