IPL 2024 Match 32 GT vs DC: ગુજરાત ટાઇટન્સ ટાઇ ટાઇ ફિસ, દિલ્હીની સીઝનની ફાસ્ટેસ્ટ જીત

18 April, 2024 02:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત સીઝનના અને તેમના લોએસ્ટ ૮૯ રનના સ્કોર પર ઑલઆઉટઃ દિલ્હીની માત્ર ૫૩ બૉલમાં ચાર વિકેટ ગુમાવીની સીઝનની સૌથી ઝડપી જીત મેળવીને નવમાંથી છઠ્ઠા સ્થાન પર છલાંગ: મૅન ઑફ ધ મૅચ રિષભ પંતે ટી૨૦ વર્લ્ડ કપ માટે દાવેદારી મજબૂત કરી

તસવીર: આઈપીએલ ડૉટ કૉમ

આઇપીએલ (IPL 2024 Match 32 GT vs DC)માં છેલ્લા કેટલાક દિવસથી રનોનો વરસાદ થઈ રહ્યો હતો અને પાંચેક ખેલાડીઓએ છેલ્લા એક અઠવાડિયામાં સેન્ચુરી ફટકારીને મેદાન ગજવ્યું છે ત્યારે ગઈ કાલે બૅટરોએ રામનવમની રજા રાખી હોય એમ આખી ગુજરાત ટાઇટન્સ ટીમ ૧૦૦ રનનો આંકડો પાર નહોતી કરી શકી અને આ સીઝન (IPL 2024 Match 32 GT vs DC)નો અને તેમના લોએસ્ટ ૮૯ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હી કૅપિટલ્સે માત્ર ૮.૩ ઓવરમાં ૬ વિકેટથી જીત મેળવી લીધી હતી.

પાવરઓવરમાં પાવરગૂલ

દિલ્હીએ ટૉસ જીતીને યજમાન ગુજરાત (IPL 2024 Match 32 GT vs DC)ને પહેલા બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. પણ છઠ્ઠી ઓવરના અંત એટલે કે પાવરઓવર સુધીમાં તો ગુજરાતે ૩૦ રનમાં ચાર વિકેટ ગુમાવીને ફસડાઈ પડી હતી. રાશિદ ખાને ૨૪ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૩૧ રન સાથે પ્રતિકાર કરતા ટીમ ૧૭.૩ ઓવરમાં ઑલઆઉટ થતા પહેલા ૮૯ રન સુધી પહોંચી શકી હતી. દિલ્હી વતી મુકેશકુમારે ૩, ઇશાંત શર્મા અને ટ્રીસ્ટન સ્ટબ્સે બે-બે અને ખાલિદ અહમદ તેમજ અક્ષર પટેલે ૧-૧ વિકેટ લીધી હતી. ૯૦ રનના ટાર્ગેટ સામે માત્ર ૮.૫ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. આ સાથે તેમણે આ સીઝનની ફાસ્ટેસ્ટ જીત મેળવી લીધી હતી.

દિલ્હી સામે જ ફરી લોએસ્ટ

૨૦૨૨માં આઇપીએલમાં સામેલ થનાર ગુજરાત ટાઇટન્સ ટીમનો ગઈ કાલના તેમના હૉમ-ગ્રાઉન્ડ અમદાવાદમાં દિલ્હી સામેનો ૮૯ રનનો સ્કોર લોએસ્ટ સ્કોર બની ગયો હતો. આ પહેલાનો તેમનો લોએસ્ટ સ્કોર ૧૨૫ રનનો હતો અને એ પણ ગયા વર્ષ અમદાવાદમાં જ દિલ્હી સામે જ નોંધાયો હતો.

નવમાંથી છઠ્ઠા ક્રમાંકે છલાંગ

સાતમી મૅચમાં ત્રીજી જીત મેળવીને દિલ્હીએ પૉઇન્ટ ટેબલમાં નવમાંથી છઠ્ઠા કમાકે છલાંક મારી હતી. જ્યારે ગુજરાત સાતમી મૅચમાં ચોથી હાર સાથે સાતમાં ક્રમાંકે ધકેલાઈ ગયું છે.

સીઝનની બેસ્ટ, ઓવરઓલ છઠ્ઠી ફાસ્ટેસ્ટ

દિલ્હીની ગઈ કાલની ૮.૫ બૉલમાં મેળવેલી જીત આ સીઝનની સૌથી ફાસ્ટેસ્ટ જીત બની ગઈ હતી. આ પહેલા મુંબઈએ બૅન્ગલોર સામે અને રાજસ્થાને મુંબઈ સામે ૧૫.૪ બૉલમાં મેળવેલી જીત આ સીઝનની ફાસ્ટેસ્ટ હતી. આઇપીએલમાં ઑવરઑલની વાત કરીએ તો દિલ્હીની ગઈ કાલની જીતી છઠ્ઠા ક્રમાંકની ફાસ્ટેસ્ટ જીતી બની ગઈ હતી. ફાસ્ટેસ્ટ જીતનો રેકોર્ડ મુંબઈના નામે છે જે તેમણે ૨૦૦૮ની પ્રથમ સીઝનમાં કલકવા સામે મેળવ્યો હતો. મુંબઈએ કલકત્તાએ આપેલા ૬૮ રનના ટાર્ગેટના માત્ર ૫.૨ ઓવરમાં હાંસિલ કરી લીધો હતો.

પંત બન્યો હીરો

દિલ્હીની ગઈ કાલનો જીતનો હીરો કૅપ્ટન રિષભ પંતને જાહેર કરવામાં આવ્યો હતો. ઇન્જરી બાદ કમબૅક કરી રહેલા પંતે ગઈ કાલે વિકેટ પાછળ ભારે કમાલ કરી હતી. તેણે ડેવિડ મિલરના શાનદાર સહિત બે કૅચ ઉપરાંત અભિનવ મનોહર અને શાહરુખ ખાનને ચપળતાથી સ્ટમ્પિંગ કરીને પેવેલિયન ભેગા કરી દીધા હતાં. ઉપરાંત ૧૧ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે અણનમ ૧૬ રન પણ બનાવ્યા હતાં. રિષભ પંતે તેના આ પફોર઼્મન્સ વડે આગામી ટી૨૦ વર્લ્ડ કપ માટે દાવેદારી મજબૂત કરી દીધી થે.

હવે ટક્કર કોની સામે?

ગુજરાત હવે રવિવારે મુલ્લાનપુરમાં પંજાબ સામે જ્યારે દિલ્હી એ પહેલા શનિવારે હરઆંગણે હૈદરબાદ સામે ટકારાશે. 

આઇપીએલ ૨૦૨૪નું પૉઇન્ટ ટેબલ

ટીમ મૅચ જીત હાર પૉઇન્ટ રનરેટ
રાજસ્થાન ૧૨ ૦.૬૭૭
કલકત્તા ૧.૩૯૯
ચેન્નઈ ૦.૭૨૬
હૈદરાબાદ ૦.૫૦૨
લખનઉ ૦.૦૩૮
દિલ્હી -૦.૦૭૪
ગુજરાત -૧.૩૦૩
પંજાબ -૦.૨૧૮
મુંબઈ -૦.૨૩૪
બૅન્ગલોર -૧.૧૮૫

નંબર ગૅમ

7 - ગઈ કાલનો મૅન ઑફ ધ મૅચ એ રિષભ પંતનો આઇપીએલમાં સાતમો હતો. દિલ્હી વતી સૌથી ૧૦ મૅન ઑફ ધ મૅચ વિરેન્દ્ર સહેવાગે જીત્યા છે.

92 - ૮૯ રનનો ગઈ કાલનો ગુજરાતનો સ્કોર એ દિલ્હી માટે આઇપીએલમાં બનાવેલો સૌથી લોએસ્ટ સ્કોર બની ગયો છે. આ પહેલાનો લોએસ્ટ ૯૨ રનનો સ્કોર ૨૦૧૧માં મુંબઈ ટીમ બનાવેલો હતો. 

gujarat titans delhi capitals IPL 2024 indian premier league cricket news sports sports news