IPL 2024 Match 35 SRH vs DC: હાઈ-ફાઇ હૈદરાબાદની સતત ચોથી જીતઃ પાવર-ઓવરના રેકોર્ડ સાથે દિલ્હીને હરાવ્યું

21 April, 2024 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઇન્જરી બાદ કમબૅક કરી રહેલા દિલ્હીના કૅપ્ટનની ઘરઆંગણે પહેલા મુકાબલામાં ૬૭ રનથી હારઃ હેડ-અભિષેકે પાવર ઓવરમાં ૧૨૫ રન ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

તસવીર: આઈપીએલ ડૉટ કૉમ

આઇપીએલ ૨૦૨૪ (IPL 2024 Match 35 SRH vs DC)માં ગઈ કાલે વધુ એક હાઈ-સ્કોરિંગ જંગ જોવા મળ્યો હતો. બન્ને ટીમો, સનરાઇઝર્સ હૈદરાબાદ (૭ વિકેટે ૨૬૬) અને દિલ્હી કૅપિટલ્સે (૧૯૯ રનમાં ઑલઆઉટ) ૩૧ સિક્સર અને ૪૦ ફોરની રમઝટ સાથે કુલ ૪૬૫ રન ફટકાર્યા હતાં. સીઝનમાં પહેલા જ બૉલથી અલગ જ અંદાજમાં રમતા હૈદરાબાદે ફરીએકવાર ૨૫૦ પ્લસનો સ્કોર નોંધાવી દિલ્હીને ૨૬૭ રનનો મસમોટા ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હી પણ મોટા ટાર્ગેટ સામે ફસડાયાવીના પૉઝિટીવ માઇન્ડ સેટ સાથે મેદાનમાં ઉતરીને પહેલા ચારેય બૉલમાં બાઉન્ડરી ફટકારીને મજબૂત શરૂઆત કરી હતી. જોકે નિરંતર વિકેટ પતનને લીધે દિલ્હી (IPL 2024 Match 35 SRH vs DC) ૧૯.૧ ઓવરમાં ૧૯૯ રનમાં ઑલઆઉટ થઈ જતા ૬૭ રનથી હાર જોવી પડી હતી.

હેડ-અભિષેકનો પાવર-પ્લેનો વર્લ્ડ રેકોર્ડ

દિલ્હીએ કૅપ્ટન રિષભ પંતે ટૉસ જીતીને હૈદરબાદ (IPL 2024 Match 35 SRH vs DC)ના જાંબાઝોને પહેલી બેટીંગના આમંત્રણ આપીને મુસીબત નોતરી લીધી હતી. પહેલી જ ઓવરમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૧૯ રન સાથે હૈદરાબાદે તેમના ઇરાદાનો અંદાજ આપી દીધો હતો. બીજી ઓવરમાં ૨૧, ત્રીજી ઓવરમાં ૨૨, ચોથી ઓવરમાં ૨૧, પાંચમી ઓવરમાં ૨૦ અને છઠ્ઠી ઓવરમાં ૨૨ રન સાથે માત્ર ૬ ઓવરમાં ૧૨૫ રન ફટકારીને ટી૨૦ ક્રિકેટ અને આઇપીએલનો નવો રેકોર્ડ નોંધાવી દીધો હતા. હૈદરાબાદે પાવરઓવરમાં ૩૬ બૉલમાં ૧૧ સિક્સર અને ૧૩ ફોર સાથે કુલ ૨૪ બૉલમાં બૉલને બાઉન્ડરી બહાર મોકલી આપ્યો હતો.

કુલદીપની બાઉન્ડરીએ લગાવી બ્રેક

માત્ર છ જ ઓવરમાં વિના વિકેટે રેકોર્ડ-બ્રેક ૧૨૫ રનને લીધે જેની રાહ જોવાઈ રહી છે એ ટી૨૦માં ૩૦૦ પ્લસના સ્કોરની ચર્ચા થવા લાગી હતી. પણ કુલદીપ યાદવે સાતમી અભિષેક શર્મા (૧૨ બૉલમાં ૬ સિક્સર અને બે ફોર સાથે ૪૬ રન) અને એઇડન માર્કરમ (૩ બૉલમાં એક રન) અને નવમી ઓવરમાં ડેન્જરમૅન ટ્રેવિસ હેડ (૩૨ બૉલમાં ૬ સિક્સર અને ૧૧ ફોર સાથે ૮૯ રન)ને પેવેલિયન પાછા મોકલી આપતા હૈદરબાદની સ્કોરિંગ રેટને બ્રેક લાગી ગઈ હતી. કુલદીપે ત્યારબાદ નિતિશ કુમાર રેડ્ડી (૨૭ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે ૩૭ રન)ને પણ આઉટ કરીને ચાર ઓવરમાં કુલ ૫૫ રન આપીને ચાર વિકેટ લીધી હતી. અન્ય સ્પિરન અક્ષર પટેલે પણ ચાર ઓવરમાં માત્ર ૨૯ રન આપીને મેન ઇન ફોર્મ હૅન્રિચ ક્લૉસેન (૮ બૉલમાં ૧૫ રન) આઉટ કરી દેતા હૈદરબાદ વધુ એક રેકોર્ડબ્રેક સ્કોર તથા ૩૦૦નો આંકડા સુધી નહોતી પહોંચી શકી. શાહબાઝ અહમદની ૨૯ બૉલમાં પાંચ સિક્સર અને બે ફોર સાથે ૫૯ રનની અફલાતુન ઇનિંગ્સને લીધે હૈદરાબાદે આખરે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૬૬ રન બનાવી શકી હતી.

મૅકર્ગ્ક-પોરેલ-પંત મહેનત એળે ગઈ

પહેલા ચારેય બૉલમાં બાઉન્ડરી ફટકારીને પૃથ્વી શૉ પાંચમાં બૉલે આઉટ થઈ ગયો હતો. ડેવિડ વોર્નર ફરી ફ્લૉપ રહ્યો હતો અને ૩ બૉલમાં એક જ રન બનાવીને સહેલો કૅચ આપી બેઠો હતો. જોકે છેલ્લે દિલ્હી સાથે જોડાયેલા જૅક ફ્રેસર મૅકર્ગ્ક (૧૮ બૉલમાં સાત સિક્સર અને પાંચ ફોર સાથે ૬૫ રન) અને અભિષેક પોરેલે (૨૨ બૉલમાં એક સિક્સર અને સાત ફોર સાથે ૪૨ રન) માત્ર ૩૦ બૉલમાં ૮૩ રનની પાર્ટનરશીપ સાથે જીતીની આશા જન્માવી હતી. જોકે ટી. નટરાજના ચાર ઓવરમાં એક મેઇડન અને માત્ર ૧૯ રન સાથે ચાર વિકેટના પ્રહારને લીધે દિલ્હી ફસડાઈ ગયું હતું અને ૧૯.૧ ઓવરમાં ૧૯૯ રન પર ઑલઆઉટ થઈ ગયું હતું. ઇન્જરી બાદ ઘરઆંગણે પહેલી મૅચ રમી રહેલા રિષભ પંતે ૩૫ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૪૪ રનની ઉપયોગી ઇનિંગ્સ રમીને છેલ્લે આઉટ થયો હતો.

હૈદરબાદે બીજા નંબરે

આ જીત સાથે હૈદરાબાદ સાત મૅચમાં પાંચ જીત અને ૧૦ પૉઇન્ટ સાથે બીજા નંબરે પહોંચી ગયું હતું જ્યારે દિલ્હી આઠમી મૅચમાં પાંચમી હાર સાથે સાતમાં નંબરે ધકેલાઈ ગયું હતું.

હવે ટક્કર કોની સામે?

દિલ્હી હવે બુધવારે દિલ્હીમાં જ ગુજરાત સામે અને હૈદરાબાદ ગુરુવારે હૈદરાબદામાં બૅન્ગલોર સામે ટકરાશે.

હાઈસ્કોરિંગ જંગમાં બનેલા રેકોર્ડ પર એક નજર

આઇપીએલ ૨૦૨૪નું પૉઇન્ટ ટેબલ

ટીમ મૅચ જીત હાર પૉઇન્ટ રનરેટ
રાજસ્થાન ૧૨ ૦.૬૭૭
હૈદરાબાદ ૧૦ ૦.૯૧૪
કલકત્તા ૧.૩૯૯
ચેન્નઈ ૦.૫૨૯
લખનઉ ૦.૧૨૩
મુંબઈ -૦.૧૩૩
દિલ્હી -૦.૪૭૭
ગુજરાત -૧.૩૦૩
પંજાબ -૦.૨૫૧
બૅન્ગલોર -૧.૧૮૫
IPL 2024 indian premier league sunrisers hyderabad delhi capitals cricket news sports sports news