૨૦ ઓવરમાં અધધધ ૨૭૭, IPLના ઇતિહાસનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હૈદરાબાદે

28 March, 2024 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈએ આપી જોરદાર લડત, ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૪૬ રન કરીને પરાજિત થયું

(ડાબેથી) હે‌ન્રિક ક્લાસેન* ​- ૮૦ (૩૪/ ૪X૪,૬X૭), ટ્રૅવિસ હેડ - ૬૨ (૨૪/૪x૯, ૬X૩), અભિષેક શર્મા - ૬૩ (૨૩ /૪x૩,૬X ૭), એઇડન માર્કરમ - ૪૨ (૨૮/ ૪X૨,૬X૧)

મુંબઈ ઇન્ડિયન્સ સામેની ગઈ કાલની મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ૨૦ ઓવરમાં ૨૭૭ રન ઠોકી દઈને IPLના ઇતિહાસનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. હૈદરાબાદે માત્ર ત્રણ વિકેટ ગુમાવી હતી. IPLમાં ગઈ કાલની મૅચ પહેલાંનો સર્વોચ્ચ સ્કોર ૨૬૩ રનનો હતો જે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે ૨૦૧૩માં પાંચ વિકેટે પુણે વૉરિયર્સ ઇન્ડિયા સામે નોંધાવ્યો હતો. ઓવરઑલ T20 ક્રિકેટ ઇતિહાસનો આ થર્ડ-હાઇએસ્ટ સ્કોર છે. હૈદરાબાદના અભિષેક શર્માએ ૧૬ બૉલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી જે IPLની જૉઇન્ટ ફોર્થ ફાસ્ટેસ્ટ અડધી સદી છે. IPLની પહેલવહેલી મૅચ રમી રહેલા સાઉથ આફ્રિકાના ૧૭ વર્ષના પેસ બોલર ક્વેના મફાકા ૪ ઓવરમાં ૬૬ રન આપીને મૅચનો સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. મુંબઈ ઇન્ડિયન્સે જોરદાર લડત આપીને ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૪૬ રન કર્યા હતા અને એનો ૩૧ રનથી પરાજય થયો હતો.

sunrisers hyderabad mumbai indians indian premier league IPL 2024 cricket news sports sports news