છેલ્લાં ૧૦ વર્ષથી દિલ્હીને એના ગઢમાં માત નથી આપી શક્યું રાજસ્થાન

17 April, 2025 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી સામે નવમાંથી માત્ર ત્રણ મૅચ જીત્યું છે રાજસ્થાન. IPL 2025ની બત્રીસમી મૅચ દિલ્હી કૅપિટલ્સ (DC) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

હેડ કોચ રાહુલ દ્રવિડ અને અક્ષર પટેલ

IPL 2025ની બત્રીસમી મૅચ દિલ્હી કૅપિટલ્સ (DC) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. સીઝનની શાનદાર શરૂઆત બાદ ઘરઆંગણે પહેલી હારનો સામનો કરનાર કૅપ્ટન અક્ષર પટેલની ટીમ આજે કૅપ્ટન સંજુ સૅમસનની ટીમ સામે રમશે ત્યારે એ આ પરાજયને ભૂલીને જીતના માર્ગે પાછા ફરવાનો પ્રયાસ કરશે. રાજસ્થાનની ટીમ છમાંથી માત્ર બે મૅચ જીતી છે અને આજે એમના પર હૅટ-ટ્રિક હારનો ખતરો પણ છે.

હેડ-ટુ-હેડ રેકૉર્ડ અનુસાર આ ટુર્નામેન્ટમાં બન્ને ટીમ વચ્ચે ઑલમોસ્ટ બરાબરીનો જંગ રહ્યો છે, પરંતુ અરુણ જેટલી સ્ટેડિયમમાં હોમ ટીમ દિલ્હીનો જ દબદબો રહ્યો છે. આ મેદાન પર રાજસ્થાનની ટીમ દિલ્હી સામે નવમાંથી માત્ર ત્રણ મૅચ જીતી શકી છે. આ જીત ૨૦૧૩, ૨૦૧૪ અને ૨૦૧૫ની સીઝનમાં જ આવી છે એટલે કે છેલ્લાં ૧૦ વર્ષથી રાજસ્થાનની ટીમ અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીને હરાવી નથી શકી. જીતના ટ્રૅક પર પરત ફરવા પ્રૅક્ટિસ-સેશનમાં સખત મહેનત કરી દિલ્હીના કૅપ્ટન અક્ષર પટેલે. અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન રાજસ્થાનના ઇન્જર્ડ હેડ કોચ રાહુલ દ્રવિડના હાલચાલ પૂછતો દિલ્હીનો સ્ટાર બૅટર રાહુલ. 

હેડ-ટુ-હેડ રેકૉર્ડ

કુલ મૅચ

૨૯

RRની જીત

૧૫

DCની જીત

૧૪

 

delhi capitals rajasthan royals IPL 2025 cricket news sports news axar patel rahul dravid