12 April, 2026 08:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવમ દુબે અને સંજુ સૅમસન
ગઈ કાલે ચેપૉક સ્ટેડિયમમાં ઓપનર સંજુ સૅમસન વર્તમાન સીઝન માટે પહેલો શતકવીર બન્યો હતો. ભારતની T20 વર્લ્ડ કપ જીતનો હીરો સંજુ પોતાની નવી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ માટે પહેલી ૩ ઇનિંગ્સમાં ૬, ૭ અને ૯ રનની સિંગલ ડિજિટની ઇનિંગ્સ સાથે ફ્લૉપ રહ્યો હતો. જોકે ગઈ કાલે આ ઓપનરે ૫૬ બૉલમાં ૧૫ ફોર અને ૪ સિક્સરની મદદથી વીસમી ઓવર સુધી રમીને અણનમ ૧૧૫ રન કર્યા હતા.
સંજુ સૅમસન
રન - ૧૧૫
બૉલ - ૫૬
ચોગ્ગા - ૧૫
છગ્ગા - ૪
સ્ટ્રાઇક-રેટ - ૨૦૫.૩૬
તેની સદીની મદદથી ચેન્નઈએ દિલ્હી કૅપિટલ્સ સામે ૨૧૨/૨નો સ્કોર કર્યો હતો. ગઈ કાલે તેણે ચોથી IPL સેન્ચુરી નોંધાવી હતી. અગાઉ તેણે ૨૦૧૭માં દિલ્હી કૅપિટલ્સ તરફથી રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ સામે ૬૩ બૉલમાં ૧૦૨ રન, રાજસ્થાન તરફથી ૨૦૧૯માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પંચાવન બૉલમાં અણનમ ૧૦૨ રન, ૨૦૨૧માં રાજસ્થાન માટે પંજાબ કિંગ્સ સામે ૬૩ બૉલમાં ૧૧૯ રન ફટકાર્યા હતા. IPLમાં ૩ ટીમ માટે સદી ફટકારવા મામલે તેણે કે. એલ. રાહુલની બરાબરી કરી છે.