01 April, 2025 06:50 AM IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent
પહેલી વાર પપ્પા બન્યા બાદ ફરી દિલ્હીની ફ્રૅન્ચાઇઝી સાથે જોડાયો સ્ટાર બૅટર કે. એલ. રાહુલ.
IPL 2025ની દસમી ટક્કર દિલ્હી કૅપિટલ્સ (DC) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. અક્ષર પટેલના નેતૃત્વમાં દિલ્હી પોતાની બીજી મૅચમાં પણ જીત સાથે વિજય-અભિયાન જાળવી રાખવાનો પ્રયાસ કરશે. પોતાના હોમ ગ્રાઉન્ડ પર રાજસ્થાન રૉયલ્સ સામે પહેલી મૅચ જીત્યા બાદ લખનઉ સુપર જાયન્ટ્સ સામે બીજી મૅચ હારનાર હૈદરાબાદ ફરી વિજયરથ પર સવાર થવાનો પ્રયાસ કરશે. આ મૅચમાં ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ પૅટ કમિન્સ, મિચલ સ્ટાર્ક અને ટ્રૅવિસ હેડ જેવા સ્ટાર પ્લેયર્સના પ્રદર્શન પર સૌની નજર રહેશે.
વિશાખાપટનમમાં વૉર્મ-અપ કરતો દિલ્હીનો કૅપ્ટન અક્ષર પટેલ.
દિલ્હીના આ બીજા હોમ ગ્રાઉન્ડ પર આ બન્ને ટીમ વચ્ચે ૨૦૧૫ અને ૨૦૧૯માં બે મૅચ રમાઈ છે અને બન્નેમાં દિલ્હીએ જીત મેળવી છે. હૈદરાબાદે પોતાના આ જૂના હોમ ગ્રાઉન્ડ પર છમાંથી ત્રણ મૅચ જીતી છે, જ્યારે દિલ્હીએ સાતમાંથી ચાર મૅચમાં વિજય મેળવ્યો છે. હૈદરાબાદની ટીમ આ હરીફ ટીમ સામે સતત ત્રીજી જીત મેળવવાના ઇરાદા સાથે ઊતરશે, જ્યારે દિલ્હી વિશાખાપટનમમાં હૈદરાબાદ સામે જીતની હૅટ-ટ્રિક મેળવવા મેદાનમાં ઊતરશે.
હૈદરાબાદનો કૅપ્ટન પૅટ કમિન્સ
હેડ ટુ હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૨૪ |
SRHની જીત |
૧૩ |
DCની જીત |
૧૧ |
આજે બપોરે ૩.૩૦ વાગ્યે શરૂ થશે દિલ્હી અને હૈદરાબાદની ટક્કર