હાથ પર કાળી પટ્ટી, એક મિનિટનું મૌન, ચિયરલીડર્સ, મ્યુઝિક અને આતશબાજી બૅન

24 April, 2025 08:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મંગળવારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા હૈદરાબાદમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મૅચ દરમ્યાન બન્ને ટીમના ખેલાડીઓ, મૅચ ઑફિશ્યલ્સ અને કૉમેન્ટેટર્સે હાથ પર કાળી પટ્ટી પહેરી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ

મંગળવારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા હૈદરાબાદમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મૅચ દરમ્યાન બન્ને ટીમના ખેલાડીઓ, મૅચ ઑફિશ્યલ્સ અને કૉમેન્ટેટર્સે હાથ પર કાળી પટ્ટી પહેરી હતી. ટૉસ દરમ્યાન રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું અને એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું તેમ જ બન્ને ટીમના કૅપ્ટન્સે આ આતંકી હુમલાને વખોડી કાઢ્યો હતો અને મરનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. કૉમેન્ટેટર્સે દર્શકોને આ કાળી પટ્ટીના મહત્ત્વ વિશે માહિતગાર કર્યા હતા તેમ જ આતંકી હુમલા અને એની અસર વિશે ચર્ચા કરી હતી.

આ ઉપરાંત ક્રિકેટ બોર્ડે આ મૅચ શ્રદ્ધાંજલિરૂપે ચિયરલિડર્સ વગર રમાડી હતી અને મૅચ દરમ્યાન કે ત્યાર બાદ આતશબાજી ન કરવાનો પણ નિર્ણય લીધો હતો. આ ઉપરાંત મૅચ દરમ્યાન વગાડવામાં આવતું મ્યુઝિક પણ નહોતું વગાડવામાં આવ્યું. 

Pahalgam Terror Attack terror attack jammu and kashmir mumbai indians sunrisers hyderabad IPL 2025 indian premier league cricket news sports news