બોલર્સને થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવીને સંતુલિત પિચ તૈયાર કરવાની માગણી કરી શાર્દૂલ ઠાકુરે

29 March, 2025 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તેણે ચાર ઓવરમાં ૩૪ રન આપી ચાર વિકેટ ઝડપી આ ટુર્નામેન્ટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ બોલિંગ-પ્રદર્શન કર્યું હતું.

૧૮મી સીઝનમાં દરેક મૅચમાં સૌથી વધુ ડૉટ બૉલ ફેંકનાર બોલરને અવૉર્ડ તરીકે મળી રહ્યો છે છોડ.

ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર IPL મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહ્યા બાદ લખનઉ સુપર જાયન્ટ્સમાં ફાસ્ટ બોલર મોહસિન ખાનના રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે જોડાયો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તેણે ચાર ઓવરમાં ૩૪ રન આપી ચાર વિકેટ ઝડપી આ ટુર્નામેન્ટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ બોલિંગ-પ્રદર્શન કર્યું હતું.

પ્લેયર ઑફ ધ મૅચ શાર્દૂલ ઠાકુરે મૅચ બાદ કહ્યું હતું કે ‘આવી મૅચોમાં બોલરોને બહુ ઓછી તક મળે છે, મેં છેલ્લી મૅચમાં પણ કહ્યું હતું કે પિચ એવી રીતે તૈયાર કરવી જોઈએ કે રમત સંતુલનમાં રહે. ઇમ્પૅક્ટ પ્લેયરનાે નિયમ આવતાં જો કોઈ ટીમ ૨૪૦-૨૫૦ રન બનાવે તો એ બોલરો સાથે અન્યાય છે.’

૩૩ વર્ષના શાર્દૂલે લખનઉની ટીમમાં જોડાવા વિશે વાત કરતાં કહ્યું કે ‘કેટલીક ટીમમાં પ્લેયર્સની ઇન્જરી થઈ એટલે પૂછપરછ થઈ હતી કે શું હું કૅમ્પમાં જોડાઈશ? પરંતુ લખનઉએ સૌથી પહેલાં મારો સંપર્ક કર્યો એટલે મારે તેમને પ્રાથમિકતા આપવી પડી. મને ઝહીર ખાન (લખનઉના મેન્ટર)નો ફોન આવ્યો હતો કે તેઓ મને સંભવિત રિપ્લેસમેન્ટ તરીકે જોઈ રહ્યા હતા. તેમણે મને ઍક્ટિવ રહેવાનું સૂચન કર્યું હતું.’

indian premier league IPL 2025 lucknow super giants sunrisers hyderabad cricket news sports news sports