હૈદરાબાદને એના હોમ ગ્રાઉન્ડ પર માત્ર એક જ વાર હરાવી શક્યું છે રાજસ્થાન

23 March, 2025 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ સીઝનની બે મૅચ સહિત છેલ્લી ત્રણ મૅચથી રાજસ્થાન સામે હૈદરાબાદે મારી છે બાજી

પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન કૅપ્ટન સંજુ સૅમસન, યશસ્વી જાયસવાલ અને ધ્રુવ જુરેલ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

આજે બપોરે રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં IPL 2025ની બીજી મૅચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે રમાશે. SRHની ટીમ વિસ્ફોટક બૅટિંગ લાઇન સાથે ઑસ્ટ્રેલિયન વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન પૅટ કમિન્સના નેતૃત્વમાં ઊતરશે, જેની સામે RR પોતાના યંગેસ્ટ કૅપ્ટન રિયાન પરાગની કૅપ્ટન્સીમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.

RRના બોલિંગ વિભાગમાં જોફ્રા આર્ચર સિવાય કોઈ મોટું નામ નથી અને એથી તેમના માટે સૌથી મોટો પડકાર SRHના આક્રમક બૅટિંગ-યુનિટને રોકવાનો રહેશે. પૅટ કમિન્સ અને મોહમ્મદ શમી જેવા ખતરનાક ફાસ્ટ બોલર્સની ફોજ ધરાવતા SRH સામે યશસ્વી જાયસવાલ, ધ્રુવ જુરેલ જેવા રાજસ્થાનના મુખ્ય બૅટર્સે ધમાકેદાર પ્રદર્શન કરવું પડશે. ઇન્જર્ડ રેગ્યુલર કૅપ્ટન સંજુ સૅમસન આંગળીની ઇન્જરીને કારણે મેદાન પર ઓછું યોગદાન આપશે.

સનરાઇઝર્સ હૈદરાબાદનો કૅપ્ટન પૅટ કમિન્સ અને મોહમ્મદ શમી.

ગઈ સીઝનમાં આ બન્ને ટીમ વચ્ચે બે મૅચ રમાઈ હતી. SRHએ આ બન્ને મૅચ જીતી હતી. આનાથી SRHની ટીમ વધુ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઊતરશે. આ બે મૅચ સહિત SRHએ છેલ્લી ત્રણ મૅચમાં RRને માત આપી છે. SRH સામે RRની ટીમ આ મેદાન પર એક જ મૅચ જીતી શકી છે.

હેડ-ટુ-હેડ રેકૉર્ડ

કુલ મૅચ

૨૦

SRHની જીત

૧૧

RRની જીત

૦૯

 

હૈદરાબાદ સ્ટેડિયમમાં બન્ને ટીમનો આમને-સામને રેકૉર્ડ

કુલ મૅચ

૦૫

SRHની જીત

૦૪

RRની જીત

૦૧

મૅચનો સમય
બપોરે ૩.૩૦ વાગ્યાથી

indian premier league IPL 2025 sunrisers hyderabad rajasthan royals yashasvi jaiswal dhruv Jurel sanju samson mohammed shami pat cummins cricket news sports news sports