09 May, 2025 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ચક્રવર્તી
બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૧૮ રનમાં બે વિકેટ લેનાર કોલકાતા નાઇટ રાઇડર્સના મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તીએ મોટી સિદ્ધિ મેળવી છે. ૩૩ વર્ષનો વરુણ IPLમાં ફાસ્ટેસ્ટ ૧૦૦ વિકેટ લેનાર સ્પિનર બન્યો છે. ૮૨ ઇનિંગ્સમાં તેણે આ કમાલ કરીને યુઝવેન્દ્ર ચહલ, રાશિદ ખાન, અમિત મિશ્રાનો ૮૩ ઇનિંગ્સનો રેકૉર્ડ તોડ્યો છે. ઓવરઑલ રેકૉર્ડ લિસ્ટમાં તે કૅગિસો રબાડા (૬૪ ઇનિંગ્સ) જેવા ફાસ્ટ બોલર્સ બાદ પાંચમા ક્રમે છે.
કઈ હરકતને કારણે દંડિત થયો ચક્રવર્તી?
ચેન્નઈ સુપર કિંગ્સ માટે બાવીસ વર્ષનો ડેવોલ્ડ બ્રેવિસ (પચીસ બૉલમાં બાવન રન) IPL ફિફ્ટી ફટકારનાર યંગેસ્ટ વિદેશી પ્લેયર બન્યો હતો. તેની વિકેટ લીધા બાદ વરુણ ચક્રવર્તીએ તેને મેદાન છોડી દેવાનો સંકેત આપ્યો હતો. આ હરકત બદલ વરુણને તેની મૅચ-ફીના પચીસ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે અને તેને એક ડીમેરિટ પૉઇન્ટ આપવામાં આવ્યો છે.