30 March, 2025 08:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૮મી સીઝનની શરૂઆતમાં સિક્સર અને ચોગ્ગાના રેકૉર્ડ સાથે વ્યુઅરશિપના પણ અનેક રેકૉર્ડ બન્યા છે. IPL 2025ના ઓપનિંગ વીક-એન્ડમાં ડિજિટલ વ્યુઅરશિપ ગઈ સીઝન કરતાં ૪૦ ટકા વધુ જોવા મળી છે. બાવીસ માર્ચની ઓપનિંગ મૅચ અને ૨૩ માર્ચની ડબલ હેડર મૅચ સહિત પહેલી ત્રણેય મૅચમાંથી સામે આવેલા વ્યુઅરશિપના કેટલાક રસપ્રદ આંકડા જિયોહૉટસ્ટાર અને સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા શૅર કરવામાં આવ્યા છે.
137
આટલા કરોડ હાઇએસ્ટ ડિજિટલ વ્યુઝ આવ્યા ૧૮મી સીઝનના ઓપનિંગ વીક-એન્ડમાં.
25.3
આટલા કરોડ હાઇએસ્ટ ટીવી વ્યુઝ-મળ્યા ૧૮મી સીઝનના ઓપનિંગ વીક-એન્ડમાં પહેલી ત્રણેય મૅચમાંથી.
4956
આટલા કરોડ મિનિટનો હાઇએસ્ટ ટીવી અને ડિજિટલ વૉચ-ટાઇમ રહ્યો ઓપનિંગ વીક-એન્ડમાં.