ચેપૉકમાં ચેન્નઈને જીતની હૅટ-ટ્રિકની ચાહત, ગુજરાત સામે લાગલગાટ ત્રીજી હારનો ખતરો

26 April, 2026 08:50 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ માટે કમબૅક કરશે કે નહીં એના પર સૌની નજર રહેશે. ગુજરાતની ટીમ ચેપૉક સ્ટેડિયમમાં ૨૦૨૩ અને ૨૦૨૪માં હોમ-ટીમ સામે એક-એક મૅચ રમી છે.

ચેપૉકમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન સ્પિનર અકીલ હુસેન સાથે ચર્ચા કરતો કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ.

IPL 2026ના આઠમા ડબલ હેડરની પહેલી મૅચ આજે ચેપૉક સ્ટેડિયમમાં રમાશે. ચેન્નઈ સુપર કિંગ્સ મુંબઈ સામે મળેલી ૧૦૩ રનની વિશાળ જીત સાથે વિજયનો લય જાળવી રાખવાનો પ્રયાસ કરશે, જ્યારે ગુજરાત માટે ટુર્નામેન્ટમાં અને ચેપૉકમાં પણ હારની હૅટ-ટ્રિકનો ખતરો છે. બન્ને ટીમને સાત-સાત મૅચમાં એક સરખી ૩ જીત અને ૪ હાર મળી છે.  નેટ રનરેટ મામલે ચેન્નઈ (+૦.૧૧૮) ગુજરાત (-૦.૭૯૦) કરતાં આગળ છે. દિલ્હી, કલકત્તા અને લખનઉ સામે મળેલી હૅટ-ટ્રિક હાર બાદ ગુજરાતના પ્લેયર્સના પ્રદર્શનમાં ઉતાર-ચડાવ જોવા મળ્યો છે. ૪૮ કલાકની અંદર ફરી મેદાન પર ઊતરનાર શુભમન ગિલ ઍન્ડ કંપનીએ પ્લેઑફની રેસમાં બની રહેવા શાનદાર પ્રદર્શન કરવું પડશે. મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ માટે કમબૅક કરશે કે નહીં એના પર સૌની નજર રહેશે. ગુજરાતની ટીમ ચેપૉક સ્ટેડિયમમાં ૨૦૨૩ અને ૨૦૨૪માં હોમ-ટીમ સામે એક-એક મૅચ રમી છે.

મૅચનો સમય બપોરે ૩.૩૦ વાગ્યાથી

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ 

મૅચ

ચેન્નઈની જીત

ગુજરાતની જીત

બન્ને મૅચમાં અનુક્રમે ૧૫ રન અને ૬૩ રને કારમી હાર મળી હતી. ચેન્નઈની ટીમ અહીં ૮૪  મૅચમાંથી ૫૪ મૅચ જીતી છે અને ૩૦ મૅચમાં હાર મળી છે. વર્તમાન સીઝનની ત્રણ હોમ-મૅચમાંથી પહેલી મૅચમાં પંજાબ સામે ચેન્નઈને હાર મળી હતી. ત્યાર બાદ દિલ્હી અને કલકત્તા સામેની અંતિમ બન્ને મૅચમાં શાનદાર જીત મળી છે.

chennai super kings IPL 2026 ms dhoni gujarat titans cricket news sports news sports