PSL છોડીને IPL રમવાની તૈયારી કરી રહ્યો છે દાસુન શનાકા

23 March, 2026 12:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાન રૉયલ્સના ઇન્જર્ડ પ્લેયર સૅમ કરૅનની જગ્યા લઈ શકે છે

દાસુન શનાકા

શ્રીલંકાના T20 કૅપ્ટન દાસુન શનાકા વિશે મોટી અપડેટ સામે આવી છે. અહેવાલ અનુસાર તેણે આ વર્ષે પાકિસ્તાન સુપર લીગ છોડીને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાનું નક્કી કર્યું છે. તેણે પોતાની PSL ટીમ લાહોર કલંદર્સને આ નિર્ણયની જાણ કરી દીધી છે. જો આવું થશે તો તે ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર મુઝરબાની બ્લેસિંગ બાદ PSL છોડીને IPL રમનાર બીજો પ્લેયર બનશે. 
અહેવાલ અનુસાર દાસુન શનાકા રાજસ્થાન રૉયલ્સનો ભાગ બની શકે છે. રાજસ્થાન રૉયલ્સે ટ્રેડ કરીને સૅમ કરૅનને ટીમમાં સામેલ કર્યો હતો. જોકે ઇન્જરીને કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો હોવાથી રાજસ્થાન પોતાની ટીમમાં શ્રીલંકન કૅપ્ટનને સામેલ કરી શકે છે. દાસુન શનાકા માત્ર ૨૦૨૩માં ગુજરાત ટાઇટન્સ તરફથી ૩ IPL મૅચ રમ્યો છે. 

IPL 2026 indian premier league rajasthan royals cricket news sports sports news