IPLમાં મૅચ પહેલાં જાસૂસી: મનમાની રોકવા ક્રિકેટ બોર્ડે કડક પિચ-પ્રોટોકૉલ લાગુ કર્યો

14 March, 2026 04:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટ બોર્ડે IPL 2026 પહેલાં ૧૦ ટીમોને પ્રૅક્ટિસ અને પિચ વિશે પાંચ પેજની ગાઇડલાઇન શૅર કરી છે. મેદાન પર જાસૂસી અને મનમાની અટકાવવા માટે કડક પિચ-પ્રોટોકૉલ લાગુ કરવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ક્રિકેટ બોર્ડે IPL 2026 પહેલાં ૧૦ ટીમોને પ્રૅક્ટિસ અને પિચ વિશે પાંચ પેજની ગાઇડલાઇન શૅર કરી છે. મેદાન પર જાસૂસી અને મનમાની અટકાવવા માટે કડક પિચ-પ્રોટોકૉલ લાગુ કરવામાં આવ્યા છે.

નવી ગાઇડલાઇન અનુસાર બન્ને ટીમ પ્રૅક્ટિસ-સેશન અને થ્રો-ડાઉન માટે એક જ પિચનો ઉપયોગ કરી શકશે નહીં. બન્નેએ મૅચ-વેન્યુની અલગ-અલગ પિચ પર પ્રૅક્ટિસ કરવી પડશે. મૅચના ૪ દિવસ પહેલાં મુખ્ય પિચ પર કોઈ પ્રૅક્ટિસ કરી શકાશે નહીં.

પ્રૅક્ટિસ-સેશનનો સમય નક્કી કરવામાં યજમાન ટીમને પ્રાથમિકતા આપવામાં આવશે. જો બન્ને ટીમ એક જ સમયે પ્રૅક્ટિસ કરવા માગતી હોય અને સહમત ન થઈ શકે તો ​ક્રિકેટ બોર્ડ દરમ્યાનગીરી કરશે અને અલગ-અલગ પ્રૅક્ટિસ ટાઇમ-સ્લૉટ નક્કી કરશે. ફ્લડલાઇટ હેઠળ પ્રૅક્ટિસ કરવા માટે વધારેમાં વધારે સાડાત્રણ કલાક આપવામાં આવશે. 
માર્ગદર્શિકા અનુસાર બન્ને ટીમનાં પ્રૅક્ટિસ સત્રો દરમ્યાન કેટરિંગ, તબીબી સેવાઓ, સુરક્ષા અને અન્ય સુવિધાઓ હોમ ફ્રૅન્ચાઇઝીની જવાબદારી રહેશે જ્યારે મુલાકાતી ટીમે ડ્રિન્ક્સ સહિતનાં પીણાં માટે પોતાની જાતે જ વ્યવસ્થા કરવાની રહેશે. 

board of control for cricket in india IPL 2026 cricket news sports news indian premier league