CSKને મોટો ફટકો, પેસ બોલર નૅથન એલિસ ઇન્જરીને લીધે આઉટ

20 March, 2026 10:30 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

CSKના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર કાસી વિશ્વનાથને પુષ્ટિ કરી

નૅથન એલિસની ફાઇલ તસવીર

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ફાસ્ટ બોલર નૅથન એલિસને ટ્રેઇનિંગ દરમ્યાન થયેલી હૅમસ્ટ્રિંગ ઇન્જરીને લીધે IPL 2026માંથી બહાર કરવામાં આવ્યો છે. CSKના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર કાસી વિશ્વનાથને પુષ્ટિ કરી છે કે ‘આ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સમયસર ફિટનેસ મેળવશે એવી શક્યતા નથી. આ અમારા માટે એક મોટો ફટકો છે. તે ડેથ ઓવર્સમાં અમારા માટે મહત્ત્વપૂર્ણ બોલર હતો. અમે રિપ્લેસમેન્ટ શોધી રહ્યા છીએ.’

૩૧  વર્ષનો નૅથન એલિસ ૨૦૨૧થી પંજાબ કિંગ્સ અને ગઈ સીઝનમાં ચેન્નઈ સાથે જોડાઈને ટોટલ ૧૭  મૅચમાં ૧૯  વિકેટ લઈ ચૂક્યો છે. ચેન્નઈએ તેને બે કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. 

IPL 2026 chennai super kings indian premier league cricket news sports sports news