મુંબઈ-રાજસ્થાન બાદ આકાશ મધવાલ હવે ચેન્નઈ માટે રમશે

24 April, 2026 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયુષ મ્હાત્રેના સ્થાને ટીમમાં ૩૦ લાખ રૂપિયામાં સામેલ થયો

મીડિયમ ફાસ્ટ બોલર આકાશ મધવાલ

ચેન્નઈ સુપર કિંગ્સે ગઈ કાલની મૅચ પહેલાં ઇન્જર્ડ આયુષ મ્હાત્રેના રિપ્લેસમેન્ટ ખેલાડીની જાહેરાત કરી હતી. ૧૮ વર્ષના બૅટર આયુષ મ્હાત્રેને ચેન્નઈએ ૩૦ લાખ રૂપિયામાં રીટેન કર્યો હતો. જોકે હૅમસ્ટ્રિંગની ઇન્જરીને કારણે તે બહાર થયો હતો. ઉત્તરાખંડના ૩૨ વર્ષના મીડિયમ ફાસ્ટ બોલર આકાશ મધવાલને ટ્રાયલ્સમાં અજમાવ્યા બાદ ૩૦ લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

તેણે ૨૦૨૩  અને ૨૦૨૪માં મુંબઈ ઇન્ડિયન્સ માટે ૨૦ લાખ રૂપિયામાં રમીને ૧૩ મૅચમાં ૧૯ વિકેટ લીધી હતી. ૨૦૨૫માં રાજસ્થાન રૉયલ્સ માટે ૧.૨૦ કરોડ રૂપિયામાં રમીને તેણે ચાર મૅચમાં ચાર જ વિકેટ લીધી હતી. મિની-ઑક્શનમાં તે અનસોલ્ડ રહ્યો હોવાથી મુંબઈએ તેને નેટ બોલર તરીકે પ્રૅક્ટિસ-સેશનમાં સામેલ કર્યો હતો.

IPL 2026 indian premier league chennai super kings cricket news sports sports news