અરુણ જેટલી સ્ટેડિયમમાં થયેલી આઘાતજનક ઇન્જરી બાદ લુન્ગી ઍન્ગિડીનો પહેલો સંદેશ...

27 April, 2026 05:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થૅન્ક યુ ફૉર ધ મેસેજિસ, ઑલ ગુડ

લુન્ગી ઍન્ગિડી

દિલ્હી કૅપિટલ્સના સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર લુન્ગી ઍન્ગિડીએ આશ્વાસન આપનારી અપડેટ આપી છે. ૩૦ વર્ષના આ ફાસ્ટ બોલરે પંજાબ કિંગ્સ સામેની મૅચ દરમ્યાન માથા અને ગરદનના ભાગે થયેલી ઇન્જરી બાદ પહેલી વખત સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર પ્રતિક્રિયા આપી છે. IPLની તમામ ટીમો સહિત ક્રિકેટજગતના અનેક લોકોએ લુન્ગી ઍન્ડિગીને ઇન્જરી બાદ ચિંતા વ્યક્ત કરીને મેસેજ લખ્યા હતા. લુન્ગી ઍન્ગિડીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું, ‘મેસેજ મોકલવા બદલ આભાર. બધું બરાબર છે.’ શનિવારે દિલ્હી કૅપિટલ્સના માલિકો પણ લુન્ગી ઍન્ડિગીના હાલચાલ પૂછવા દિલ્હીની હૉસ્પિટલ પહોંચ્યા હતા.

દિલ્હી પોલીસે ગ્રીન કૉરિડોર બનાવી ઍમ્બ્યુલન્સને ૧૧ મિનિટમાં હૉસ્પિટલ પહોંચાડી

શનિવારે સાંજે લુન્ગી ઍન્ડિગીને અરુણ જેટલી સ્ટેડિયમથી ૯ કિલોમીટર દૂર BLK-મૅક્સ સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ઍમ્બ્યુલન્સનો ડ્રાઇવર હૉસ્પિટલનો રસ્તો જાણતો ન હોવાથી ટ્રાફિક અને દિલ્હી પોલીસે આગેવાની લીધી હતી અને ગ્રીન કૉરિડોર બનાવ્યો હતો. ખુલ્લા રસ્તાને કારણે ઍમ્બ્યુલન્સે માત્ર ૧૧ મિનિટમાં ૯ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. અહેવાલ અનુસાર તબીબી સારવાર મળ્યા બાદ હવે લુન્ગી ઍન્ડિગીને હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. 

delhi capitals IPL 2026 cricket news sports news sports