બે જણના સહારે વિનોદ કાંબલી પણ વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો

01 May, 2026 02:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમુક અહેવાલો પ્રમાણે કાંબલીના અમુક નજીકના મિત્રો વૉટ્સઍપ ગ્રુપ દ્વારા કાંબલીના ઇલાજ અને સારસંભાળ માટે ફંડ એકઠું કરી રહ્યા છે.

વિનોદ કાંબલી

બુધવારે સાંજે મુંબઈ-હૈદરાબાદની ટક્કર માણવા ભૂતપૂર્વ ક્રિકેટ વિનોદ કાંબલી પણ લડખડાતી હાલતમાં વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો. સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયોમાં કાંબલી બે મિત્રોના સહારે ધીમે-ધીમે વાનખેડેમાં પ્રવેશ કરતો જોવા મળે છે. આવી હાલતમાં પણ તેના ચહેરા પર મુસ્કુરાહટ હતી અને તેને ચાહકોને મળીને વાતો કરતો જોઈને લોકો ભાવુક થઈ ગયા હતા. તેની આવી હાલત વિશે ફૅન્સ સોશ્યલ મીડિયામાં ચિંતા વ્યક્ત કરવા લાગ્યા હતા. થોડા દિવસ પહેલાં જ કાંબલીના મગજમાં ક્લૉટ થઈ ગયો હોવાથી તેની યાદશક્તિ નબળી થઈ ગઈ હોવાની ખબર આવી હતી. જોકે તેની પત્નીએ એ વાતને નકારતાં કહ્યું હતું કે ભગવાનની કૃપાથી વિનોદ બિલકુલ ઠીક છે. અમુક અહેવાલો પ્રમાણે કાંબલીના અમુક નજીકના મિત્રો વૉટ્સઍપ ગ્રુપ દ્વારા કાંબલીના ઇલાજ અને સારસંભાળ માટે ફંડ એકઠું કરી રહ્યા છે.

vinod kambli IPL 2026 wankhede cricket news sports news sports