17 April, 2026 02:44 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPL 2026ની પચીસમી મૅચ રમાશે. આજની આ ટક્કરમાં હોમ ટીમ ગુજરાત ટાઇટન્સ સામે જીતની હૅટ-ટ્રિક સાથે જીતનો લય જાળવી રાખવાનો પડકાર રહેશે, જ્યારે તળિયાની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ પહેલાં વિજયનો સ્વાદ ચાખવા આતુર રહેશે. પહેલી બે મૅચની હાર બાદ દિલ્હી અને લખનઉ સામે છેલ્લી બન્ને મૅચ જીતીને ગુજરાત શાનદાર લયમાં છે. કલકત્તાને પોતાની પાંચ મૅચમાંથી ચાર મૅચમાં હાર મળી છે. પંજાબ સામેની એક નો-રિઝલ્ટ મૅચને કારણે ટીમ પાસે એક પૉઇન્ટ છે.
|
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
મૅચ |
૫ |
|
ગુજરાતની જીત |
૩ |
|
કલકત્તાની જીત |
૧ |
|
નો-રિઝલ્ટ |
૧ |
આ સ્ટેડિયમમાં કલકત્તા અને ગુજરાત વચ્ચે એકમાત્ર ટક્કર એપ્રિલ ૨૦૨૩માં થઈ હતી જેમાં કલકત્તાએ આ હરીફ સામેની એકમાત્ર જીત નોંધાવી હતી. કલકત્તા અહીં ઓવરઑલ ૬ મૅચમાંથી ૩ હાર્યું છે અને ૩ જીત્યું છે. ગુજરાતની ટીમને અહીં ૨૪ મૅચમાંથી ૧૩માં જીત અને ૧૧માં હાર મળી છે. છેલ્લી સીઝનની બે અને વર્તમાન સીઝનની એક મૅચ સહિત ગુજરાત પોતાના હોમગ્રાઉન્ડ પર છેલ્લી ત્રણ મૅચથી પરાજિત રહ્યું છે.