તિલક વર્માએ ૪૫ બૉલમાં પહેલવહેલી IPL સદી ફટકારી

21 April, 2026 02:27 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

મુંબઈ માટે ફાસ્ટેસ્ટ સદી ફટકારવાના મામલે સનથ જયસૂર્યાની બરાબરી કરી, પહેલા બાવીસ બૉલમાં ૧૯ રન કર્યા બાદ બાકીના ૨૩ બૉલમાં ૮૨ રન ઝૂડ્યા

તિલક વર્મા

૨૩ વર્ષના સ્ટાર બૅટર તિલક વર્માએ ગઈ કાલે છેક ૬૦મી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે પહેલી સેન્ચુરી ફટકારી હતી. વર્ષ ૨૦૨૨થી સતત પાંચમી સીઝન મુંબઈ માટે રમી રહેલા આ યંગ બૅટરે મુંબઈ માટે ફાસ્ટેસ્ટ સદી ફટકારવા મામલે સનથ જયસૂર્યાની બરાબરી કરી છે. તેણે ૨૦૦૮માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે ૪૫ બૉલમાં આ કમાલ કરી હતી. ગઈ કાલે તેણે પહેલા બાવીસ બૉલમાં ૧૯ રન જ કર્યા હતા. બાકીના ૨૩ બૉલમાં તેણે ૮૨ રન ઝૂડી નાખ્યા હતા. પહેલા બાવીસ બૉલ પર તેણે ૮૬.૩૬ના સ્ટ્રાઇક-રેટથી અને અંતિમ ૨૩ બૉલે ૩૫૬.૫૨નાં સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી હતી. તેણે ૨૨૪.૪૪ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૮ ફોર અને સાત સિક્સના આધારે ૪૫ બૉલમાં ૧૦૧ રન કર્યા હતા. વર્તમાન સીઝનની પહેલી પાંચ ઇનિંગ્સમાં તેણે ૧૩૪.૩૭ના સ્ટ્રાઇક-રેટથી ૪૩ રન જ કર્યા હતા. પાંચમા ક્રમે રમી રહેલા આ બૅટરે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના સામે ફોર ફટકારીને ટીમનો સ્કોર ૧૯૯-૫ સુધી પહોંચાડ્યો હતો. પાંચમા ક્રમે કે એથી નીચેના ક્રમે બૅટિંગ કરી સદી ફટકારનાર તે IPLમાં યુસુફ પઠાણ બાદ બીજો ભારતીય બન્યો હતો.

IPL પૉઇન્ટ્સ ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

નો-રિઝલ્ટ

નેટ રનરેટ

પૉઇન્ટ

પંજાબ

૧.૪૨૦ 

૧૧

બૅન્ગલોર

૪ 

૧.૧૭૧ 

૮ 

રાજસ્થાન

૪ 

૦.૫૯૯ 

હૈદરાબાદ

૩ 

૦.૫૬૬  

દિલ્હી

૨ 

૦.૩૧૦ 

ગુજરાત

-૦.૮૨૧ 

મુંબઈ

૪ 

-૦.૦૬૭ 

ચેન્નઈ

૬ 

-૦ .૭૮૦ 

લખનઉ

૨ 

-૧.૧૭૩ 

૪ 

કલકત્તા

-૦.૮૭૯ 

સતત ચાર હાર પછી આખરે મુંબઈ જીત્યું, બુમરાહે લીધી પહેલી વિકેટ

મુંબઈ ઇન્ડિયન્સે ગઈ કાલે ગુજરાત ટાઇટન્સને ૯૯ રનથી સજ્જડ પરાજય આપ્યો હતો. મુંબઈએ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે કરેલા ૧૯૯ રન સામે ગુજરાત ૧૫.૫ ઓવરમાં ૧૦૦ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું. જસપ્રીત બુમરાહે ગઈ કાલે ઇનિંગ્સના પહેલા જ બૉલમાં ગુજરાતના સાઈ સુદર્શનની વિકેટ લઈને વિકેટનું ખાતું ખોલાવ્યું હતું. બુમરાહને બીજી વિકેટ નહોતી મળી. મુંબઈના અશ્વની કુમારે ચાર તથા અલ્લાહ ગઝનફર અને મિચલ સૅન્ટનરે બે-બે વિકેટ લીધી હતી. આ વિજય સાથે મુંબઈ પૉઇન્ટ્સ-ટેબલમાં ૪ પૉઇન્ટ સાથે સાતમા સ્થાને આવી ગયું છે.

IPL 2026 tilak varma mumbai indians gujarat titans sports news sports cricket news